- અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ
- 5 પુરુષ અને 5 મહિલા કોરોના પોઝિટિવ
- નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજમાં કેસ
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ સામે આવ્યા છે. તેમાં 5 પુરુષ અને 5 મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજમાં કેસ આવ્યા છે. ત્યારે નિકોલ, મણિનગર, સાબરમતી અને ઇસનપુરમાં કેસ છે.
પોઝિટિવ આવેલા 4 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી
પોઝિટિવ આવેલા 4 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે. ગોવા, સિંગાપોર, રાજકોટ, ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા હતા. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 46 થઇ છે. શહેરના નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજમાં કોરોના કેસ નોંધાયા છે. જેમાં નિકોલ, મણિનગર, સાબરમતી અને ઇસનપુરમાં પણ કોરોના કેસ આવ્યા છે. પોઝિટિવ આવેલા 4 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે. એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગુજરાતમાં હાલ ચિંતાજનક સ્થિતિ નથી: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના 36 જેટલા કેસ ધ્યાનમાં આવ્યા છે. આપણે ત્યાં આવતા તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરીએ છીએ. આ ટાઇપના ભારતમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં આવ્યા છે કારણ કે, આપણે આ તમામ કેસોનું જીનોમ સિકવન્સ કરીએ છીએ એટલે આ આંકડો આપણને વધારે લાગે છે. 36 કેસમાંથી 22 રિકવર થઇ ગયા છે અને 14 હોમ આઇસોલેશનમાં છે. 27 ડિસેમ્બરમાં આપણે 800થી વધારે કેસની તપાસ કરી જેમાંથી 14 લોકો પોઝિટિવ આવ્યા છે. કોરોનાનો ગુજરાતમાં પોઝિટિવીટી રેટ ઘણો જ ઓછો 0.86 જેટલો છે. ગુજરાતમાં હાલ ચિંતાજનક સ્થિતિ નથી.


