- કોરોના પોઝિટિવ હોવા છતાં પ્રોફેસર કાર્યક્રમમાં હાજર
- SMCની ટીમે આઇસોલેટ કર્યા છતાં કાર્યક્રમમાં હાજર
- ચાલુ કાર્યક્રમમાં માસ્ક પણ કાઢી નાખ્યું હતુ
સુરતમાં SVNITના પદવીદાનમાં કોરોના પોઝિટિવ પ્રોફેસર આવ્યા હતા. જેમાં કોરોના પોઝિટિવ પ્રોફેસર પ્રમોદ મથુર સ્ટેજ પર પહોંચ્યા હતા. કોરોના પોઝિટિવ હોવા છતાં પ્રોફેસર કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. SMCની ટીમે આઇસોલેટ કર્યા છતાં કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ચાલુ કાર્યક્રમમાં માસ્ક પણ કાઢી નાખ્યું હતુ
ચાલુ કાર્યક્રમમાં માસ્ક પણ કાઢી નાખ્યું હતુ. જેમાં રાષ્ટ્રપતિના કાર્યક્રમ બાદ અચાનક સ્ટેજ પર દેખાયા હતા. પ્રોફેસર પ્રમોદ મથુરે વિદ્યાર્થીઓને પદવી એનાયત પણ કરી છે. SMCની ટીમે આઇસોલેટ કર્યા છતાં રજીસ્ટાર ડો.પ્રમોદ માથુર સ્ટેજ પર માસ્ક સાથે પહોંચ્યા હતા. તેમજ ચાલુ કાર્યક્રમમાં માસ્ક પણ કાઢી નાખ્યું હતુ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તથા રાષ્ટ્રપતિની હાજરીમાં પ્રોફેસર પ્રમોદ મથુર દેખાયા નહીં. તથા રાષ્ટ્રપતિના કાર્યક્રમ બાદ અચાનક સ્ટેજ પર દેખાયા હતા.
વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવા સ્ટેજ પર પ્રગટ થયા
બાકી રહેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવા સ્ટેજ પર પ્રગટ થયા હતા. ડો. પ્રમોદ માથુર લાંબા સમય સુધી સ્ટેજ પર રહ્યા હતા. જેમાં હવે અન્ય લોકો પણ કોરોના પોઝિટવ થઇ શકે છે. તેવામાં આ પ્રોફેસર સામે કાયદાકિય પગલા લેવામાં આવે છે કે કેમ તે તો સમય આવ્યે ખબર પડશે.


