કોર્પોરેશનની તિજોરી છલકાવવા વ્યાજ માફીની સ્કીમ એપ્રિલ પહેલા રાખો : કોંગ્રેસ
મનરેગામાં લઘુતમ વેતન ૪૦૦ રાખવા માંગણી : મોબાઇલ ટાવરના કરોડો રૂપિયાના વેરા બાકી સામે લાજ કાઢતુ તંત્ર : કોંગ્રેસના આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાજપ સરકારે ચિંતાજનક રીતે તેમજ બદઈરાદાપૂર્વક મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી કાયદો (મનરેગા) રદ કરવાનો ખરડો રજૂ કરવાનું પગલું ભર્યું છે. આ કોઈ સામાન્ય ધારાકીય કાર્યવાહી નથી. પરંતુ ભારતના સૌથી સ્વિકૃત બનેલા એવા કલ્યાણકારી કાયદાને ઐતિહાસીક અધિકાર આધારિત પ્રજાના કાયદાને નબળો પાડવાનો તેમજ મહાત્મા ગાંધીનું નામ અને મૂલ્યોનો હ્રાસ કરવાનું ગણતરીપૂર્વકનું રાજકીય પગલું છે.
મનરેગા એક સામુહિક સંઘર્ષમાંથી આકાર પામેલ “હર હાથ કો કામ દો, કામ કા પૂરા દામ દો” નું વચન ધરાવતો કાયદો હતો. તેમાં ગ્રામીણ ભારતીઓને રોજગાર માંગવાના કાનૂની અધિકારની બાંહેધરી આપવામાં આવેલ હતી. તમામ ગ્રામીણ ભારતીઓને ૧૦૦ દિવસની રોજગારી સુનિશ્ચિત કરવામાં આવેલ હતી, વિકેન્દ્રીત સાશનને સુદૃઢ કરવામાં આવેલ હતું, મહિલાઓને, જમીન વિહોણાઓનું સશક્તિકરણ કરવામાં આવેલ હતું તેમજ અધિકાર પાત્ર હક્કો દ્વારા શ્રમની ગરીમાને સમર્થિત કરવામાં આવેલ હતી.
પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષ દ્વારા માગણીઓ કરવામાં આવી છે કે કામ કરવાનું અધિકાર વેતનનો અધિકાર દાયિત્વનું અધિકાર, મનરેગાનું તાત્કાલિક પુનઃસ્થાપન, મોંઘવારીના કપડાં કાળમા ઓલ ઇન્ડિયા લઘુતમ વેતન 400 રૂપિયા મળવું જોઈએ. યુપીએ સરકારમાં પરિવારને દર વર્ષે ઓછામાં ઓછા 16 દિવસ કામ કરવાની કાનૂની ગેરંટી હતી હાલ ગેરેન્ટી રદ કરવામાં આવી છે. હાલની સરકારની તિજોરી તળિયા જાટક છે ત્યારે પંચાયતો, વિધવા, આંગણવાડી અને મધ્યાન ભોજન મા પણ સમયસર રોજગારી મળતી નથી મોટી મોટી વાતો કરી નામ બદલાવીને હિન્દુઓના નામે સરકાર ભડકાવી રહી છે.
પત્રકાર પરિષદને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા રાજકોટમાં 5,000 સુધીનો વેરો જે નાગરિકોનો બાકી હોય તે ની સામે કડકાઇ દાખવવામાં આવશે. પરંતુ આજની તારીખે ભાજપ કાર્યાલયનો વેરા બિલ આવતું નથી અને સરકારી કચેરીઓ અને મોબાઈલ ટાવરના કરોડો રૂપિયાના બિલ બાકી છે ત્યારે ત્યાં કડકાય ઉઘરાણી કરી ઢોલ વગાડવાને બદલે આમ નાગરિકને જો રાજકોટ મહાનગરપાલિકા સત્તાધિશોના ઇશારે કનડગત કરશે તો સાખી નહી લેવાય કમિશનરને ઘેરાવ કરાશે આંદોલન કરવાની ફરજ પડશે. આજની પત્રકાર પરિષદમાં જેનીબેન ઠુમર, ડો. રાજદીપસિંહજી જાડેજા, હિતેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા .


