By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અશાંતધારામાં ભ્રષ્ટાચારનો ભાંડો ફોડવા 3૦ સભ્યોની બનેલી ટીમ આવી મેદાનમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અશાંતધારામાં ભ્રષ્ટાચારનો ભાંડો ફોડવા 3૦ સભ્યોની બનેલી ટીમ આવી મેદાનમાં

Editor
Last updated: 2026/01/19 at 3:55 PM
2 months ago
Share
અશાંતધારામાં ભ્રષ્ટાચારનો ભાંડો ફોડવા  3૦ સભ્યોની બનેલી ટીમ આવી મેદાનમાં
SHARE

 

મિલકત ખરીદ-વેંચાણની મંજૂરી કલેકટર તંત્ર પાસે માગવા આવ્યા બાદ જે તે પોલીસ સ્ટેશન અને મામલતદારને પ્રકરણ સોંપાયા બાદ ત્યાથી શરૂ થાય છે ‘ભ્રષ્ટ વહીવટ’ની બુધ્ધિપૂર્વકની ગોઠવણ

અશાંતધારામાં ભ્રષ્ટાચારનો ભાંડો ફોડવા

3૦ સભ્યોની બનેલી ટીમ આવી મેદાનમાં

અશાંતધારો લાગુ પડ્યા બાદ લધુમતી આસામીના નામે કેટલા દસ્તાવેજ થયા? હિન્દુ સમાજની મિલકત લધુમતી સમાજે લીધી હોય તેવા કેટલા દસ્તાવેજ થયા? માહિતી મેળવવા આર.ટી.આઇ.માં થયેલી અરજીની ૨૯ દિવસની મુદત પૂરી થવા છતા કલેકટરે માહિતી ન આપતા 3૦ સભ્યોની જાગૃત ટીમ ખખડાવશે કોર્ટના દરવાજા

અશાંતધારા હેઠળના વિસ્તારના પૂર્વ કોર્પોરેટર, સંઘના વરિષ્ઠ કાર્યકર્તા, વકિલ, આર્કિટેક, વેપારી આગેવાન, વિવિધ ક્ષેત્રના અગ્રણી સહિત પ્રતિષ્ઠિત નાગરિકોની ટીમ બની

‘અમે માગેલી વિગત કલેકટર તંત્ર આપતુ નથી’ તેવા અસંતોષ સાથે હાઇકોર્ટના દરવાજા ખખડાવવાનો તખ્તો તૈયાર, આર.ટી.આઇ.માં થયેલી અરજી મુજબની વિગત અપાશે તો ‘અશાંત’ધારાની ઓથે કટકટાવનાર ભ્રષ્ટાચારીઓની ‘શાંતિ’ હણાય એ નક્કી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ન્યૂ રાજકોટમાં ખાસ કરીને મોટા ભાગે વોર્ડ નં.૨ અને 3ની ૨૭થી વધુ સોસાયટીઓમાં અશાંતધારો લાગુ છે. જાતિવાદી બેલેન્સ રાખવા માટે આ કાયદો અમલી બનાવવામા આવ્યો છે. લધુમતી સમાજ તેની મિલકત તેના સમાજને જ વહેંચી શકે અને હિન્દુ સમાજના આસામી તેની મિલકત તેના સમાજને જ વહેંચી શકે. જેથી જે-તે વિસ્તારમાં જાતિવાલી બેલેન્સ જળવાય રહે તેવો હેતુ અશાંતધારાનો છે. પરંતુ અશાંતધારા કાયદામાં રહેલા કેટલાક છીંડાનો દૂરઉપયોગ કરી ટેબલ નીચેના વહીવટના જોરે અનઅધિકૃત રીતે મિલકતના સોદા થઇ ગયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવા ભ્રષ્ટ સોદાઓનો છડેચોક પરપોટો ફોડવા માટે અશાંતધારા વિસ્તારમાં આવતા વોર્ડ નં.૨ના 3૦ આગેવાનોની એક ટીમ મેદાનમાં આવી છે. જેમા પૂર્વ કોર્પોરેટર, સંઘના વરિષ્ઠ કાર્યકર્તા, વકિલ, આર્કિટેક, વેપારી આગેવાન, વિવિધ ક્ષેત્રના અગ્રણી સહિત પ્રતિષ્ઠિત નાગરિકોની ટીમે આર.ટી.આઇ.નું શસ્ત્ર ઉગામીને કાનૂની જંગ છેડ્યો છે.

અશાંતધારામાં સૌથી મોટો વિસ્તાર વોર્ડ નં.૨નો આવે છે. અહીં કાયદાનું ઉલ્લઘંન કરીને ટેબલ નીચેના વહીવટના જોરે અનેક મિલકતોના અનઅધિકૃત રીતે સોદા થઇ ગયા છે અને હજુ પણ સોદા પ્રક્રિયામાં હોવાનું સામે આવ્યુ છે. આ રીતે ભ્રષ્ટાચારના છીંડાથી થતા અશાંતધારાના ઉલ્લંઘનનો ભાંડો ફોડવા માટે તમામ અશાંતધારા વિસ્તારની સોસાયટીઓને આવરી લઇને ભાજપના પૂર્વ નગરસેવક અને સંઘના વરિષ્ઠ કાર્યકર્તા અતૂલ પંડિત, કોર્પોરેટર ધર્મેન્દ્ર મિરાણી, વકિલ વિરેન વ્યાસ, યુવા ભાજપના આગેવાન ધૈર્ય પારેખ, ભાવેશ ટોટમ, હર્ષવર્ધનભાઇ પોહર, ડો.અરવિંદ ભટ્ટ, સમીર વસાવડા, મનિષ વડેરિયા સહિત 3૦ સભ્યોની એક ટીમ બનાવવામા આવી છે. આ ટીમે એક રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ કલેકટર પાસે એવી વિગત માંગી છે કે, અશાંતધારો લાગુ પડ્યો ત્યારથી અત્યાર સુધીમાં લધુમતી સમાજના આસામીના નામે કેટલા દસ્તાવેજ થયા? અને હિન્દુ સમાજના આસામીની મિલકતનો દસ્તાવેજ લધુમતી સમાજના આસામીના નામે કેટલા થયા? આર.ટી.આઇ.મા કરેલી અરજીના નિર્ધારિત ૨૯ દિવસમાં તેનો કોઇ જવાબ હજુ સુધી કલેકટર તંત્રમાંથી ન મળતા હવે 3૦ જણાની આ ટીમ કાનૂની રસ્તો અપનાવવા જઇ રહી છે. હાઇકોર્ટના દરવાજા ખટખટાવશે. ‘અમે માગેલી વિગત કલેકટર તંત્ર આપતુ નથી’ તેવા અસંતોષ સાથે હાઇકોર્ટનો આસરો લેવા આ 3૦ જણાની ટીમ જઇ રહી છે.

વોર્ડ નં.૨માં આટલી સોસાયટીમાં લાગુ છે અશાંતધારો

(૧) છોટુનગર કો-ઓપરેટિવ હાઉસીંગ સોસાયટી

(૨) નરંજન સોસાયટી

(3) સિંચાઇનગર સોસાયટી

(૪) આરાધના સોસાયટી

(૫) સ્વસ્તિક સોસાયટી

(૬) પ્રગતિ સોસાયટી

(૭) ઇન્કમટેક્ષ સોસાયટી

(૮) બેંક ઓફ બરોડા સોસાયટી

(૯) દિવ્યસિધ્ધિ સોસાયટી

(૧૦) જીવનપ્રભા સોસાયટી

(૧૧) અંજની સોસાયટી

(૧૨) કૃષ્ણકુંજ સોસાયટી

(૧3) આશુતોષ સોસાયટી

(૧૪) સૌરભ સોસાયટી

(૧૫) રેસકોર્સ પાર્ક

(૧૬) વસુંધરા સોસાયટી

(૧૭) અવંતિકા પાર્ક

(૧૮) જનતા જનાર્દન સોસાયટી

(૧૯) જાગૃતિ શ્રમજીવી સોસાયટી

(૨૦) યોગેશ્વર પાર્ક

(૨૧) શ્રેયસ સોસાયટી

(૨૨) નવયુગ સોસાયટી-ચંદ્રનગર

(૨3) બજરંગવાડી

(૨૪) સુભાષનગર

(૨૫) ચુડાસમા પ્લોટ

(૨૬) નહેરુનગર સોસાયટી

(૨૭) રાજાનગર

(૨૮) અલ્કાપુરી

થેન્કસ ટુ MLA ડો.દર્શિતાબેન : ૨૮ સોસાયટીમાં મિલકત સોદા આડે ૨૦31 સુધી પડયુ અશાંતધારાનું ફાટક

મુદત વધારવા સરકાર સુધી ધારાસભ્યે કરેલા સતત પ્રયાસને મળી સફળતા

રાજકોટ શહેરમાં પશ્ચિમ વિસ્તારની 28 સોસાયટીમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદત લંબાવવા વિધાનસભા ૬૯ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે પ્રથમ નાગરિક સંકલન સમિતિમાં મુદ્દો મુક્યો હતો. કલેકટરથી માંડી સરકારમાં સતત પ્રયત્નશીલ રહ્યા હતા અને અંતે સરકારે અશાંતધારાની મુદત ૨૦3૧ સુધી લંબાવી છે. અશાંતધારા હેઠળ જે 28 સોસાયટી છે ત્યાં 12 જાન્યુઆરીએ મુદત પૂરી થઇ ગઇ છે. દરખાસ્ત કલેક્ટરને સોંપાયા બાદ હવે તેનો અભ્યાસ કર્યા બાદ તે રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો. અશાંતધારાના છેલ્લા ૫ વર્ષમાં અનેક દસ્તાવેજોને મંજૂરી આપી દેવાઈ છે. તેમજ અનેક કેસ હજુ પોલીસ તંત્રમાં પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં આવતી 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત પૂરી થાય તે પૂર્વે જ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની ભારપૂર્વકની રજૂઆત અને સક્રિયતાને લઇને સિટી પ્રાંત-1 દ્વારા અશાંતધારાની મુદત લંબાવવા માટે જિલ્લા કલેક્ટરને દરખાસ્ત મોકલી હતી. અને ત્યાથી સરકારમાં મોકલાયા બાદ સરકારે મંજૂરી આપી મુદત ૨૦3૧ સુધી લંબાવી આપી છે.

CP સમક્ષ ફરિયાદ થયા બાદ ગાંધીગ્રામ પોલીસમાંથી અમિત કોરાટની હકાલપટ્ટી!

3૦ સભ્યોની બનેલી ટીમે પોલીસ કમિશનરને આપી હતી સ્ફોટક માહિતી

અશાંતધારા હેઠળ મોટાભાગનો આવેલો વોર્ડ નં.૨ ગાંધીગ્રામ પોલીસ મથકના તાબામાં આવે છે. વોર્ડ નં.૨માં જેટલી મિલકતોના સોદાની કલેકટર તંત્રમાંથી આવતી ફાઇલની તપાસ સહિતની કામગીરી વોર્ડ નં.૨ના પોલીસ કર્મચારીને સોંપવામા આવે છે. 3૦ સભ્યોની બનેલી ટીમે પોલીસ કમિશનરને રૂબરૂ મળીને એવી સ્ફોટક માહિતી આપી હતી કે, અમુક મિલકતોના સોદામાં જે તે આસામીના આસપાસના પાડોસમાં નિવેદન લેવા સહિતની પ્રક્રિયામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અમિત કોરાટની શંકાસ્પદ ભૂમિકા લાગે છે. પોલીસ કમિશનર સમક્ષ અપાયેલી સ્ફોટક માહિતી બાદ થોડા દિવસો પહેલા જ અમિત કોરાટની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી હકાલપટ્ટી કરવામા આવી હોવાનું જાણવા મળે છે.

આ રીતે થાય છે ટેબલ નીચેનો વહીવટ

  • ફોર્મ્યૂલા નંબર-૧ : મિલકત ખરીદ-વેંચાણનો કોઇ આંતર જાતિનો કેસ હોય તો તેની દરખાસ્ત પ્રાંત અધિકારી પાસે આવે છે. ત્યાથી અરજી કલેકટર સમક્ષ મુકવામા આવે છે. કલેકટર આ અરજીની તપાસ મિલકત જે વિસ્તારની હોય તે જે તાબા હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં મોકલવામા આવે છે અને સાથે એ વિસ્તારના મામલતદારને પણ મોકલવામા આવે છે. અહીંથી થાય છે ટેબલ નીચેના વહીવટનો કાળો કારોબાર! જે તે પોલીસ મથકના કોન્સટેબલ કે રાઇટરને જે સોસાયટીમાં મિલકત આવેલી હોય છે ત્યા આસપાસના દસ પાડોસીનો અભિપ્રાય લેવા મોકલવામા આવે છે. પાડોસી એવુ કહે કે ‘આ મિલકત સોદા સામે અમને કોઇ વાંધો નથી’ તેવા એન.ઓ.સી.નો રિપોર્ટ તૈયાર કરવા માટે ટેબલ નીચેનો વહીવટ નક્કી થાય છે. મિલકતની કુલ કિંમતને ધ્યાનમાં રાખીને ટેબલ નીચેના વહીવટની રકમ નક્કી થાય છે.
  • ફોર્મ્યૂલા નંબર-૨ : મામલતદાર પાસે ફાઇલ આવ્યા બાદ અગ્રતાક્રમમાં લઇને આખરી નિર્ણય લેવા માટે અહીં પણ નૈવૈદ્ય ધરવા માટેની રકમ આસામીએ રાખેલા વકિલ-એજન્ટ-એસ્ટેટ બ્રોકર મારફતે નક્કી કરીને ટેબલ નીચેનો વહીવટ પાર પાડવામા આવે છે.

પાડોસીના અભિપ્રાયમાં થાય છે આવી ‘ભ્રષ્ટ ચાલાકી’

 

લધુમતી સમાજને જ મકાન વેંચવાનું હોય અને લધુમતી સમાજનો જ અભિપ્રાય લેવામા આવે!

હિન્દુ સમાજની કોઇ મિલકત લધુમતી સમાજના આસામીને વેંચવા માટેની અરજી આવી હોય તો ફાઇલ પર પોઝીટીવ રિપોર્ટ મુકવા માટે વ્યવસ્થિત રીતે ભ્રષ્ટ ગોઠવણ થાય છે. ખાસ કરીને હિન્દુ સમાજની મિલકત લધુમતી સમાજને વેંચવાની હોય ત્યારે મિલકત જ્યા હોય તેની આસપાસના દસથી ૧૫ પાડોસીનો અભિપ્રાય લેવામા આવે છે. સહી સાથેનું તેનુ નિવેદન રિપોર્ટમાં નોંધવામા આવે છે. મોટાભાગના કિસ્સામાં એવુ થાય છે કે, હિન્દુ સમાજના પાડોસમાં કોઇ લધુમતી સમાજ રહેતો હોય તો લધુમતી આસામીની સહી પણ લેવામા આવે છે. અશાંતધારામાં આવો નિયમ છે જ નહીં. સ્વાભાવિક છે કે સમાજ જાતિના આસામી રહેવા આવતા હોય તો તેને કોઇ વાંધો થોડો હોય છે!

ધારાસભ્ય દય કાનગડના ચાલતા સક્રિય પ્રયાસ

સામાકાંઠાની ૧૦ સોસાયટીમાં પણ મુદત વધારવા ચાલતી પ્રક્રિયા

તા.૨૬ જૂનના રોજ પૂરી થઇ રહી છે મુદત

રાજકોટના પૂર્વ વિસ્તાર એટલે કે સામાકાંઠે ધારાસભ્ય ઉદય કાનગડના પ્રયાસથી ૧૦ સોસાયટીઓ હાલ અશાંતધારા હેઠળ લેવામા આવી છે. તેની મુદત તા.૨૬-૬-૨૦૨૬ના રોજ પુરી થાય છે. મુદત વધારવા માટે ધારાસભ્ય ઉદય કાનગડે કલેકટરને દરખાસ્ત કર્ય બાદ હાલ મુદત વધારવા માટે સરકાર કક્ષાએ પ્રક્રિયા ચાલી રહી હોવાનું ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યુ હતુ.

પૂર્વની આ ૧૦ સોસાયટીમાં લાગુ છે અશાંતધારો

  • દૂધસાગર રોડ
  • ચુનારાવાડ ચોક
  • ગુજરાત હાઉસીંગ બોર્ડ
  • રાજારામ સોસાયટી
  • ગંજીવાડા
  • જયહિન્દનગર
  • શિવાજીનગર
  • સીતારામ સોસાયટી
  • આંબાવાડી
  • ન્યૂ શક્તિ સોસાયટી

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 4 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?