- વડોદરામાં દુષ્કર્મ કેસમાં NRI વૃદ્ધની ધરપકડ
- નોકરીની લાલચે કિશોરી સાથે આચર્યુ દુષ્કર્મ
- 2 મહિનાથી કિશોરી સાથે વોટ્સએપ પર કરતો ચેટિંગ
વડોદરામાં સભ્ય સમાજને શરમાવતો એક વિચિત્ર અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં નિવૃત્ત જીવન ગુજારતા એક NRI વૃદ્ધે પોતાની પૌત્રી સમાન ઉંમરની કિશોરીને સોશિયલ મીડિયા પર ભોળવીને નોકરીની લાલચ આપી બોલાવી હતી. આ કિશોરી જ્યારે તેમને નોકરીની શોધમાં મળવા માટે પહોંચી હતી તો આ વૃદ્ધ નરાધમે હેવાનિયત આચરતા તેની સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ મામલે વધુ માહિતી અનુસાર વડોદરાના નિઝમપુરાના શાસ્ત્રીનગર ખાતે મકાનમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા NRI વૃદ્ધ સોશિયલ મીડિયાના માધ્યમથી એક કિશોરી સાથે પરિચયમાં આવ્યા હતા. આ કિશોરીના પિતા સુરતમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને તેનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે પોતાના કુટુંબને મદદરૂપ થવાના હેતુથી પીડિત કિશોરી નોકરીની શોધમાં હતી. આ દરમિયાન આરોપી વૃદ્ધ જેનું નામન જયેશ મુકુંદ પટેલ છે તેમણે આ કિશોરી સાથે વોટ્સએપ માધ્યમથી સંપર્ક કેળવ્યો હતો અને લગભગ 2 મહિના સુધી ચેટિંગ કરી હતી.
કિશોરી સાથેની વાતચીત દરમિયાન જયેશભાઈ આ કિશોરીની જરૂરિયાત અને ઘરની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. જેના પછી તેમણે કિશોરીને ચેટિંગ દરમિયાન નોકરીની લાલચ આપી હતી, પરંતુ તેના માટે તેમણે કિશોરીને પોતાને મળવાની વાત મૂકી હતી. જેને લઈને પીડિતા ભોળવાઈ ગઈ હતી અને તે આરોપી વૃદ્ધને મળવા માટે તેમના શહેર વડોદરા મળવા પહોંચી હતી. આના પછી વડોદરા કિશોરી આવતા આરોપી વૃદ્ધ જયેશ પટેલ તેને લઈને અલકાપુરીના મકાનમાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને પોતાનું અસલી પોત પ્રકાશ્યું હતું,
તેમણે કિશોરીની ઈચ્છા વિરુદ્ધમાં તેની સાથે બળજબરી કરી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે કિશોરીના પિતાને જાણ થતાં જ તેમણે વડોદરા શહેરના પોલીસ મથક સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જયેશ પટેલ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આ મામલે પોલીસે પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને આરોપી વૃદ્ધની અટકાયત પણ કરી છે.


