- ગોયેન્કાની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો વરસાદ
- દેશભરમાંથી અને વિદેશમાંથી પણ ક્રિકેટરસિકો ઉમટી પડયા હતાં
- મુકાબલા માટે એક ટિકિટની કિંમત રૂપિયા દોઢ લાખ સુધી પહોંચી
દેશભરમાં હાલમાં માહોલ ક્રિકેટમય બની ગયો છે ત્યારે વિશ્વ કપના મુકાબલાને લઇને ભારતીય ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાની એક પોસ્ટે એક અલગ જ મુદ્દા પર ચર્ચા જગાવી છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે બિઝનેસમેન્સને આ વિશ્વ કપની ફાઇનલ જોવા માટે મફત પાસ આપવામાં આવ્યા છે. સાથે તેમણે લખ્યું છે કે મારા કોઇપણ બિઝનેસમેન મિત્રે વિશ્વ કપની ફાઇનલ માટે ટિકિટ મેળવવા કોઇ ચુકવણી કરી નથી. તે તમામ પાસ મેળવવામાં સફળ રહ્યા છે. આ એક વિડંબણા છે – તે અમીર છે જે ચુકવણી કરવા નથી માંગતાં. ગોયેન્કાની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો વરસાદ વરસ્યો છે. એક યૂઝર્સે પુછયું હતું કે આ ફાઇનલ મુકાબલામાં તમને શું મળ્યું? પાસ કે ટિકિટ? તેમણે તેનો જવાબ આપ્યો હતો કે બેમાંથી કશું પણ નહીં. નોંધનીય છે કે ફાઇનલ મુકાબલા માટે એક ટિકિટની કિંમત રૂપિયા દોઢ લાખ સુધી પહોંચી ગઇ છે. ફાઇનલ માટે ભારત સામે ઓસ્ટ્રેલિયાની મેચ ચાલું થઇ ત્યારે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પ્રેક્ષકોથી છલોછલ ભરેલું હતું. દેશભરમાંથી અને વિદેશમાંથી પણ ક્રિકેટરસિકો ઉમટી પડયા હતાં.