By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    24 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશી મજૂરોએ દેશના શ્રમિકોને બચાવી લીધા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

દેશી મજૂરોએ દેશના શ્રમિકોને બચાવી લીધા

agragujaratnews
Last updated: 2023/11/29 at 4:32 PM
2 years ago
Share
દેશી મજૂરોએ દેશના શ્રમિકોને બચાવી લીધા
SHARE

ઉત્તરકાશી સિલ્કયારા ટનલમાં મશીનો પણ તૂટી ગયા ત્યારે મેઘાલયની કોલસાની ખાણોમાં ઉંદરની જેમ અંદર ઉતરી મજૂરોએ બાવડાના જોરથી પોતાના કર્મભાઈઓને બચાવી લીધા, જાણે મંગળવારે શ્રીગણેશના આશીર્વાદ ઉતર્યા

ચાર ધામની યાત્રામાં યમુનોત્રી પછી ગંગોત્રીના દર્શને જવા માટે હિમાલયની બરફિલી પહાડીઓ વચ્ચેથી પસાર થવાનું હોય છે. ચડતી ઉતરતી ટેકરીઓની સાખે ખીણોમાંથી પસાર થઈએ ત્યારે કુદરતની અનહદ કૃપા અને કરામતના પણ દર્શન ડગલે ને ડગલે થાય છે. કહો કે વળાંકે ને વળાંકે વિલક્ષણ અને વિરાટના દર્શન થતા રહે છે. આજે પણ આ યાત્રા અઘરી છે. એક જમાનામાં બહુ જ મુશ્કેલ હતી. સાંકડા રસ્તા પર દેશી બસો અને મેટાડોર હાંફતા હાંફતા દર્શનાર્થીઓને શીખરોની નજીક સુધી લઈ જતા હતા.
આજે રસ્તાઓ પહોળા થયા છે, બ્રીજ બન્યા છે અને ઘણી બધી જગ્યાએ ટનલ બની છે અને બની રહી છે. બોગદું બનાવવાને કારણે એક તો રસ્તો સીધો અને સરળ થઈ જાય. બરફ વર્ષામાં પણ પહાડની નીચેથી પસાર થઈ શકાય. એવી જ યોજનાના ભાગરૂપે ઉત્તરકાશીથી યમુનોત્રી તરફ આગળ વધીએ તે પછી સિલ્કયારા વળાંક આવે છે. ત્યાંથી ધીમે ધીમે પહાડીઓ ચડવાની, વાંકાચૂકા અને લંબાતા જતા માર્ગ પરથી પસાર થઈને બાલકોટ નજીક પહોંચવાનું. તે પછી વળી ખીણ અને તટ પ્રદેશ શરૂ થાય એટલે જમુનોત્રી સુધી પહોંચી શકાય.
સાડા ચાર કિમી લાંબી ટનલનું બંને તરફથી બોરિંગ ચાલતું હતું. ઊભું બોરિંગ નહીં, પણ આડું બોરિંગ. સિલ્કયારા તરફથી સવા બે કિમી અને બાલકોટ તરફથી પોણા બે કિમીનું બોગદું બની પણ ગયું છે. હવે અડધો કિમીનો વચ્ચેનો ભાગ બાકી હતો ત્યારે એક દુર્ઘટના થઈ. બોગદું બની ગયું હતું અને શ્રમિકો આગળનું કામ કરી રહ્યા હતા ત્યારે પાછળનો હિસ્સો બેસી ગયો. કામદારો અંદર ફસાઈ ગયા. 60 મીટરથી વધારે જેટલો ભાગ બૂરાઈ ગયો હતો. લગભગ 200 ફૂટ જેટલી આ આડશ હટાવવી જરૂરી હતી. પ્રથમ તો એક નાનો પાઇપ નાખવામાં આવ્યો એટલે અંદર ઓક્સિજન પહોંચવા લાગ્યો. સાથે જ પાઇપના માધ્યમથી સંપર્ક થયો અને હૈયાધારણ અપાઈ કે બચાવી લેવાશે.
પણ બચાવ કાર્ય લાંબું ચાલ્યું. અમેરિકન ઓગર મશીન એટલે કે માટી ખોદતું જાય અને માટી બહાર કાઢતું જાય એવા ચીપીયાથી કામ ચાલ્યું. તે ચીપીયા વારંવાર તૂટી જતા હતા. છેલ્લે કાટમાળ નીચે પડ્યો, તેમાં બોગદાની દિવાલ મજબૂત કરવા માટે સ્લેબ બનાવવાનો હોય તેના સળિયા પણ આડા આવી ગયા. આખા ઓગર મશીનના ટુકડા થઈ ગયા. પંદરમાં દિવસે નિરાશા થઈ કે હવે શું.
ને ત્યારે આપણો દેશી ઉપાય, આપણા દેશનો ભાર વેંઢારનારા અસલ શ્રમિકો અને કામદારો જ કામ આવ્યા. અઢી ફૂટના પાઈપની અંદર હવે મશીન હારી ગયું હતું ત્યારે ઈશાન ભારતમાં, ખાસ કરીને મેઘાલયમાં કોલસાની ખાણમાં નાની એવી બખોલમાં ઉંદરની જેમ અંદર અંદર ઉતરી જનારા કામદારોને બોલાવાયા. એક પછી એક કામદાર વારાફરતી પાઈપમાં થઈને અંદર જાય, ત્યાંથી પાવડા વડે અને પોતાના બાવડાની તાકાતથી ધીમે ધીમે મલબો બહાર કાઢવાનું કર્યું. તગારા ભરી ભરીને માટી પથ્થર બહાર કઢાતા રહ્યા. કેટલાક દિવસે આ મેન્યુઅલ કામ પૂરું થશે તેમ લાગતું હતું, ત્યારે આપણા દેશી મજૂરો, આપણા સમાજના સૌથી તળિયાના લોકો, સૌથી વધારે મજૂરી, સૌથી ઓછું વળતર મેળવનારા, ખુલ્લામાં પડી રહેનારા, આપણી ઉપેક્ષા સહન કરીને કુદરતના ખોળે ખુલ્લામાં પડી રહેલા મજૂરોએ આખરે 10થી 12 મીટરનું કામ બાકી હતું તે ગણતરીના કલાકોમાં પૂરું કરી નાખ્યું. સોમવારની આખી રાત તેમણે કામ કર્યું અને મંગળવારની સવાર પડી ત્યારે અણસાર આવી ગયો કે સાંજ સુધીમાં મંગળમય થઈ જશે.
એનડીઆરએફનો ટ્રેઇન્ડ સ્ટાફ, સેનાના અધિકારીઓ, સ્થાનિક અધિકારીઓ આ બધા હતા અને સ્ટ્રેટેજીની વાતો કરતા હતા, પણ અસલ કામ આ કામદારોએ કરી બતાવ્યું. બે મજૂર અઢી ફૂટની પાઈપમાં ઉંદરની જેમ અંદર સરકી જાય. 180 ફૂટ અંદર જઈને પાવડાથી કાટમાળ દૂર કરીને તગારામાં ભરે અને તગારું બહાર રહેલા મજૂરો ખેંચી લે. એ બે જણ થાકે એટલે બીજા બે જણ એમ જ ઉંદરની જેમ સરકીને અંદર જાય અને કામ આગળ વધારે. અગાઉ મશીનથી થયેલું કામ, અધિકારીઓએ કરેલું કામ કે સમગ્ર રીતે તે સાધનો ઉપલબ્ધ કરાવાયા તેનું પણ મહત્ત્વ છે, પણ બખોલમાં જીવનું જોખમ લઈને અંદર ઉતરી જઈને કામ કરનારા શ્રમિકોએ ઉંદર જેમ પહાડને પણ કોતરી નાખ્યો તેનું એટલું જ માહાત્મ્ય છે.
આ મજૂરો ગણેશ ભગવાનના વાહન મૂષક જેટલા મંગળમય સાબિત થયા. ભારત સદીઓ સદીઓથી આ પ્રકારના મહેનત મજૂરી કરનારા લોકોના શ્રમને કારણે સમૃદ્ધ થતો રહ્યો છે. સદીઓ સદીઓથી બહારથી આવનારા લોકો તેમને લૂંટવાનું, પીડવાનું, પડાવી લેવાનું કામ કરતા રહ્યા છે અને પેઢીએ પેઢીએ કમાઈને ગુમાવી દેવાનો આ શ્રમિક વર્ગ, આ દેશનો ખેતમજૂર, આ દેશનો ખેડૂત, આ દેશનો કારિગર, આ દેશનો કસબી, આ દેશનો અદ્દલ કુદરતની સાથે બાથ ભીડનારો મનુષ્ય જ દેશને સમૃદ્ધ રાખતો રહ્યો છે. તેમને નસીબે ક્યારેય સમૃદ્ધિ નથી આવી, પણ તેઓ જાણે છે કે તેઓ શ્રીગણેશના પ્રિય છે અને તેમને જે જીવન સંતોષ મળે છે, સાંજ પડ્યે સુખનો રોટલો મળે છે એ જ એમની સમૃદ્ધિ છે. આપણી સમૃદ્ધિ એમના જીવન પર આધારિત છે, ત્યારે તેમનું જીવન પણ એટલું કિંમતી છે તેનો સ્વીકાર કરવામાં છે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
સુરત

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

Editor By Editor 2 days ago
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?