Covid 19 સંપૂર્ણપણે ગયો નથી, કોરોનાનો કહેર ફરીથી દુનિયાભરમાં શરૂ થયો છે. ભારત અને થાઈલેન્ડ જેવા દેશોમાં માત્ર ચેપગ્રસ્ત કેસમાં ઉછાળો આવ્યો છે. પણ, અમેરિકામાં કોરોના દર અઠવાડિયે 350 લોકોનો જીવ લઈ રહ્યો છે.
ભારતના નોઇડામાં નવા 9 કેસ સામે આવ્યા છે, ચેપ ફેલાઈ રહ્યો છે. જોકે એક અઠવાડિયામાં 1000થી વધુ કેસ નોંધાયા છે. કુલ 7 લોકોના મૃત્યુ થયા હોવાનું મનાય છે. પણ, ભારત કરતાં થાઇલેન્ડમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી છે. ત્યાં માત્ર એક અઠવાડિયામાં કોરોનાના 50 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
અમેરિકામાં નવો સબ-વેરિઅન્ટ ચિંતાનો વિષય
અમેરિકામાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, ગયા અઠવાડિયે કોવિડ-19 ને કારણે 350 અમેરિકનો મૃત્યુ પામ્યા હતા. આ સંખ્યા પહેલા કરતા ઓછી છે પણ ચિંતા યથાવત છે. અમેરિકા, સિંગાપોર અને હોંગકોંગ સહિત એશિયામાં એક નવો સબ-વેરિઅન્ટ NB.1.8.1 ફેલાઈ રહ્યો છે. આ પ્રકાર ઝડપથી ફેલાય છે.
નબળી રોગપ્રતિકારક શક્તિ જોખમી
યુ.એસ.માં 23% પુખ્ત વયના લોકોએ અપડેટેડ રસી લીધી છે. બાળકોમાં આ આંકડો ઓછો છે, 13%. નિષ્ણાતો કહે છે કે રસી ન લેવી અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી એ બે કારણ મુખ્ય માનવામાં આવે છે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દર છ મહિને રસીના બે ડોઝ લેવા જણાવવામાં આવ્યું છે.