- કોરોનાના લક્ષણોને ન કરશો ઈગ્નોર
- નવો સબ વેરિઅન્ટ BA.2.86 એકસ્ટ્રા મ્યૂટેશનથી બન્યો છે
- નવા સબ-વેરિઅન્ટને કારણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓ વધુ થઈ શકે છે
દેશમાં કોરોના સંક્રમણ ફરીથી ફેલાઈ રહ્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે, દસેક દિવસ પહેલાં ગુજરાતમાં માંડ 23 કેસ એક્ટિવ હતા, જોકે રવિવારે છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતમાં નવા 24 કેસ નોંધાયા છે, આમાં મોટા ભાગના કેસ તો અમદાવાદ શહેરમાં છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં 11 દર્દી સાજા થતાં કોવિડ મુક્ત થયા છે. સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી.
શું કહે છે ડબલ્યૂએચઓ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આ સબ વેરિઅન્ટ BA.2.86 એકસ્ટ્રા મ્યૂટેશનથી બન્યો છે અને ઝડપથી ફેલાય છે. આ માટે તમામ લોકોને સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. તો જાણો કયા લક્ષણો દેખાય તો તેને ઈગ્નોર કરવાને બદલે સાવધાની રાખી લેવાની જરૂર છે.
આ લક્ષણોમાં ન રાખશો બેદરકારી
- ગળામાં ખરાશ
- ઊંઘ ન આવવાની સમસ્યા
- એન્ઝાઈટી
- વહેતુ નાક
- ખાંસી
- માથુ દુઃખવું
- નબળાઈ કે થાક
- સ્નાયુઓમાં દર્દ
જાણો JN.1 કેટલું જોખમી છે
કોવિડ-19નું આ નવું પેટા વેરિયન્ટ રોગપ્રતિકારક તંત્રને તોડવામાં કરવામાં માહિર છે. તેના લક્ષણો અગાઉના પ્રકારો જેવા જ છે. તેમાં તાવ, વહેતું નાક, ગળામાં દુખાવો, માથાનો દુખાવો અને પેટમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર નવા સબ-વેરિઅન્ટને કારણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓ વધુ થઈ શકે છે. તે જ સમયે, રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ સૂચવ્યું છે કે જેએન.1 અન્ય પ્રકારો કરતાં વધુ ઘાતક છે તે દર્શાવવા માટે કોઈ પુરાવા નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ વેરિઅન્ટ રોગપ્રતિકારક શક્તિને ડેમેજ કરવામાં સક્ષમ છે. પરંતુ આના કારણે વધુ ગંભીર બીમારી અથવા હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં વધારો થવાની શક્યતા ઘણી ઓછી છે.