ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ
ડો.મહેશ લોહાર સંવાદ કરશે : GCCI દ્વારા કરાયેલું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા સ્માર્ટ લાઇફ ફાઉન્ડેશનના સ્થાપક અને ગૌ ટેક -૨૦૨૬ અને કામધેનુ સંશોધન પરિષદમાં તેમનો મહત્વપૂર્ણ ફાળો આપનાર ડૉ. મહેશ લોહાર સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંવાદમાં ડૉ. મહેશ લોહાર GCCI અને સ્માર્ટ લાઇફ ફાઉન્ડેશન વચ્ચે થયેલ MoUનો મુખ્ય ઉદ્દેશ તેમજ ડૉ. વલ્લભભાઈ કથીરિયાના ગૌ આધારિત સર્વાંગી વિકાસના વિઝનનેના વૈજ્ઞાનિક અને ચેતનાત્મક માળખા સાથે સંકલિત કરવાનો દૃઢ નિશ્ચય વ્યક્ત કરવામાં આવશે. ઉપરાંત “ગૌ ચેતના”ને માત્ર ભાવના તરીકે નહીં પરંતુ એક વૈજ્ઞાનિક, પર્યાવરણલક્ષી અને જીવંત ઇકોસિસ્ટમ તરીકે રજૂ કરવામાં આવશે. ગૌ ને ગ્રામ્ય અર્થતંત્રના કેન્દ્રમાં રાખીને “કામધેનુ”ના આધુનિક સંશોધન અને વિજ્ઞાન સાથેના સંબંધને વિશદ રીતે સમજાવવામાં આવશે. વિશેષરૂપે, “ગૌ ટેક ૨૦૨૬” દરમ્યાન થયેલ ગૌ કેન્દ્રિત કામધેનુ સંશોધન કોન્ફરન્સ જેમાં ૭૦થી વધુ સંશોધન પેપર્સ, ૨૦થી વધુ પોસ્ટર્સ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ગૌ ધ્યાન કૂટિર, ગૌ પરિક્રમા, ગૌ યજ્ઞ અને અગ્નિહોત્ર અંગે વિગતવાર માહિતી આપશે. આ સંવાદમાં ગૌ ટેક ૨૦૨૬ માટે “ડિજિટલ કામધેનુ કોન્ફરન્સ સ્મૃતિગ્રંથ” તૈયાર કરવાની અને ગૌ આધારિત સંશોધનને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવાની યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ વેબિનારનું સંચાલન GCCIના જનરલ સેક્રેટરી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCIના ફેસબુક અને યુ ટ્યુબ “Official GCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.


