તંત્ર મકાનોનો સર્વે હાથ ધરશે : સિસ્મોગ્રાફમાં ૨.૯ સહિતના આંચકા નોંધાયા : લોકોમાં ગભરાટ
રાજકોટના પાદરમાં આવેલા શાપર, પારડી, પડવલા સહિતના ગામોમાં છેલ્લા સપ્તાહથી શરૂ થયેલા ભૂકંપના આંચકાએ હવે નુકશાની શરૂ કરી છે. ગઇકાલે ૨.૯ની તીવ્રતાનો એક આંચકો અને અન્ય આંચકાઓને કારણે મકાનોની દિવાલોમાં તિરાડો પડયાનું બહાર આવ્યું છે. આ સાથે કાચા-પાકા અને જુના મકાનોમાં રહેતા લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. તંત્ર દ્વારા ભૂકંપના કિસ્સામાં કોઇ જાનહાની ન થાય તે માટે આવા મકાનોનો તાત્કાલીક સર્વે હાથ ધરવાની તજવીજ કરવામાં આવી રહી છે.
રાજકોટ નજીક આવેલ શાપર, પારડી,પડવલા પડવલા સહીતના ગામોમાં છેલ્લા ૭ દિવસમાં ૭ જેટલા ભુકપ આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે ત્યારે શાપરમા એક મકાનમાં તીરાડ પડી ગઈ છે જયારે એક મકાનની રવેશ ઉપરથી પોપડુ પડતા શાપરના સરપંચ તથા ગ્રામજનોએ માંગણી કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે અને જર્જરિત મકાનમા રહેતા હોય તેવા લોકોને સ્થળાંતર કરવા માટે સુચના આપવામાં આવશે.
ગાંધીનગર સીસમોલોજી વિભાગના ભૂસ્તર શાસત્રીઓ તાજેતરમાં રાજકોટ આવ્યા હતા અને શાપર ગામની મુલાકાત લીધી હતી અને શાપર ગામ પાસે રીવેરા ફેકટરી નજીક ભુકપ માપવાનું યંત્ર મુકવામાં આવ્યું છે.જેમા હળવાથી પણ હળવો આંચકો તેમાં નોંધી શકાશે.
ગઈકાલે બપોરના શાપર માં ૨.૯ ની તીવ્રનો આચકો આવ્યો હતો જે પડવલા ગામ પાસે આવેલ રીવેરા ફેટકરી પાસે જમીનમાં ૯ કિમીની ઉડાઈએ નોંધાયું હતું.આમ શાપરમા છેલ્લા સાત દિવસમાં ૫ થી વધુ ભુકપના આચકા આવતા આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આમ શાપર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભુકંપના આચકા આવતા હોવાના કારણે શાપરમા ૪૦ વર્ષ કરતા એક જુના મકાનની દિવાલોમાં તીરાડ પડી છે આવીજ રીતે એક મકાનનની ગેલેરીનુ પોપડુ ખરી પડતા લોકોમાં વધારે ભય ફેલાયો છે.
શાપર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આજે શાપરમા સર્વે હાથ ધરવામાં આવશે જેમાં જર્જરીત મકાન હોય અને તેમાં વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સુચના આપવામાં આવશે.
સરપંચ,ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં રાખી સર્વે કરાયો
શાપર માં છેલ્લા સાત દિવસથી ૫ થી વધુ ભૂકપના આંચકા આવતા ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો છે ત્યારે મોટી જાનહાનિ અટકે તે માટે શાપરના સરપંચ તથા ગ્રામજનોએ તતાલુકા વિકાસ અધિકારીને સર્વે કરવા માટે રજૂઆત કરતા આજે તાલુકા વિકાસ અધિકારી અને ઈજનેર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે.


