- જમ્મુ અને કાશ્મીરમાં પાક. ફરી આતંકવાદને સક્રિય કરવાની ફિરાકમાં
- જમ્મુ અને કાશ્મીરના ભાજપી નેતાઓને આતંકવાદીઓ નિશાન બનાવી શકે છે
- ભાજપી નેતાઓની સુરક્ષાને લઈને મોટા પગલાં ભરવામાં આવી શકે છે
જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજવાની હલચલ શરૂ થતાં જ આતંકવાદીઓએ પોતાના ખતરનાક ઇરાદાઓને પાર પાડવા માટેની યોજના બનાવવાની શરૂઆત કરી દીધી છે. તેને લઈને દેશની ગુપ્તચર સંસ્થાઓએ એલર્ટ પણ ઇશ્યૂ કર્યા છે. અહેવાલો અનુસાર જમ્મુ અને કાશ્મીરના ભાજપી નેતાઓને આતંકવાદીઓ નિશાન બનાવી શકે છે. આના પગલે તેમની સુરક્ષાને લઈને મોટા પગલાં ભરવામાં આવી શકે છે. ગુપ્ત દસ્તાવેજો અનુસાર પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના હેન્ડલર્સે જમ્મુ અને કાશ્મીરમાં હાજર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તોઇબા સહિતના આતંકવાદી સંગઠનોને આદેશ કર્યો છે કે તેઓ કાશ્મીરમાં આગામી ચૂંટણી પહેલાં તબાહી ફેલાવી દે. આતચંકવાદીઓને સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે કે આગામી ચૂંટણીમાં લડવા માંગતાં હોય તેવા તમામ કાશ્મીરી લીડર્સ તથા કાર્યકર્તાઓ અને અન્ય લોકોને નિશાન બનાવવામાં આવે.
પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સે પોતાના આદેશમાં જણાવ્યું છે કે ખાસ કરીને ભાજપના લોકોને વીણી-વીણીને નિશાન બનાવવામાં આવે.
મદદ કરનારા નેતાઓને પણ આતંકવાદીઓ નિશાન બનાવશે
રસપ્રદ બાબત એ છે કે આતંકવાદી સંગઠનો ચૂંટણીમાં ભાગ લેનારા કાશ્મીરી નેતાઓને પણ નિશાન બનાવવા માંગે છે કે જેમાં એવા કેટલાક નેતાઓ પણ છે જેઓ ખુલ્લંખુલ્લા અથવા છૂપી રીતે તેમને સાથ આપવાનો પ્રયાસ કરતાં હોય છે. તેમની સાથે ભાજપના નેતાઓને તથા કાર્યકરોને એટલા માટે નિશાન બનાવવાનું કહેવામાં આવ્યું છે કે પાક. સરકારને લાગે છે કે આ રાજકીય પક્ષ કાશ્મીરમાં ચૂંટણી દરમિયાન પોતાના નેતાઓ તથા કાર્યકરોને મોટા પ્રમાણમાં કાશ્મીરમાં મોકલશે.


