અલગ અલગ સાત ફ્લાઇટમાં આવ્યા ભારતીય ખેલાડીઓ, આજથી નેટ પ્રેકટીસમાં પણ લાગી ગયા
રાજકોટ આજથી ક્રિકેટ ફીવરમાં જકડાઇ ગયુ છે. ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટના સભ્યો આવી ગયા છે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ આજ સાંજ સુધીમાં આવશે. ગઇકાલથી ભારતીય ખેલાડીઓ અલગ અલગ રીતે છ ફ્લાઇટમાં આવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ અબુધાબી ફરવા ગયેલી હોય ત્યાથી રાજકોટ આવશે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ તો આજે સવારથી જ ખંઢેરી સ્ટેડિયમમાં નેટ પ્રેકટિસ શરૂ કરી દીધી હતી. જયારે ઇંગ્લેન્ડની ટીમ આવતીકાલથી પરસેવો પાડશે.
ભારતીય ટીમની જાહેરાત :રોહિત શર્મા-કેપ્ટન, જશપ્રિત બૂમરાહ-વાઇસ કેપ્ટન, યશસ્વી જયસ્વાલ, સુભમન ગીલ, કે.એલ. રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જારેલ-વિકેટકીપર, કે.એસ. ભરત-વિકેટ કિપર, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અયર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદિપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશકુમાર, આકાશદીપ.
ઘરઆંગણાની આખી શ્રેણીમાંથી બહાર: કોહલીની કેરિયરનો પ્રથમ બનાવ
ઇંગ્લેન્ડ સામેના પ્રથમ બે ટેસ્ટ મેચ નહીં રમનાર ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલી સીરીઝના બાકીના મેચમાં પણ નહીં રમે. તેના દ્વારા સીરીઝ માટે ઉપલબ્ધ ન હોવાનું ક્રિકેટ બોર્ડને જણાવ્યું હતું. ક્રિકેટ બોર્ડે તેનો સ્વીકાર કર્યો છે. સૂત્રોએ કહ્યું કે ઘરઆંગણાની સીરીઝમાં આખી શ્રેણીમાં કોહલી ન રમે તેવું પ્રથમ વખત બન્યું છે. કોહલીની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘરઆંગણાની આખી શ્રેણીમાં તે બહાર હોય તેવી પ્રથમ ઘટના છે.