બીસીસીઆઇ અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં ગુજરાતે જમ્મુ-કાશ્મિરની ટીમને એક ઇનિંગ અને 331 રનથી પરાજય આપ્યો હતો. ગુજરાતે પ્રથમ દાવમાં ચાર વિકેટે 660 રન બનાવ્યા હતા. જેમાં મલય શાહને 270, મૌલ્યરાજસિંહે 164 તથા રુદ્ર પટેલે અણનમ 146 રનની ઇનિંગ રમી હતી. જમ્મુ-કાશ્મિરની ટીમ 192 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી.
કેવલ પટેલે 40 રનમાં ચાર, રુદ્ર પટેલે 18 રનમાં ચાર તથા કાવ્ય પટેલે બે વિકેટ ઝડપી હતી. ફોલોઓન થયા બાદ જમ્મુ-કાશ્મિરની ટીમ 137 રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કેવલ પટેલે 43 રનમાં ચાર, રુદ્ર પટેલે બે રનમાં બે. હેનિલ પટેલે 58 રનમાં બે તથા કાવ્ય પટેલે 29 રનમાં બે વિકેટ હાંસલ કરી હતી.


