ભારતે ODI Seriesમાં ઈંગ્લેન્ડને કલીન સ્વીપ કર્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ODI Seriesની ત્રીજી વન ડે રમાઈ. ODI Seriesની અંતિમ અને ત્રીજી વન ડેમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હાર આપી શાનદાર જીત મેળવી. ઇંગ્લેન્ડને હરાવતા જ ભારતની ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો. રોહિત શર્માની કેપ્ટશનશિપ હેઠળ ભારતે ઇંગ્લેન્ડને તમામ ત્રણ મેચમાં જોરદાર ટક્કરથી હાર આપતા શ્રેણી પર કબ્જો જમાવ્યો.
IND Vs Eng: ODI Series
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલતી ODI Seriesમાં ટીમ ઈન્ડિયાનું સારું પ્રદર્શન રહ્યું. અંતિમ મેચમાં જે ખેલાડીઓ ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ હતા તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન ગિલે 102 બોલમાં 112 રન કર્યા જ્યારે વિરાટ કોહલીએ 55 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી 52 રન બનાવ્યા. શ્રેયસ ઐય્યરે 64 બોલમાં 78 રન ફટકાર્યા. એકંદરે કહી શકાય કે આ શ્રેણીમાં બેટસમેનોએ બાજી મારી. અંતિમ મેચમાં અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ જેવા બોલરોના સપોર્ટ મળતા ભારત શ્રેણી પર કબ્જો મેળવવામાં સફળ રહ્યું.
ઇંગ્લેન્ડને કલીન સ્વીપ
ODI Seriesમાં ઇંગ્લેન્ડને કલીન સ્વીપ કરતાં ભારતે ક્રિકેટના ઇતિહાસમાં વધુ એક સિદ્ધિ નોંધાવી. 14 વર્ષ બાદ ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને ODI Seriesમાં હાર આપતા ઇતિહાસ રચ્યો. 1981થી ભારતમાં ODI Series રમવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 2008માં રમાયેલ ODI Seriesની તમામ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ હાર આપી હતી. સૌ પ્રથમ વખત ભારતે ઇંગ્લેન્ડનો ODI Seriesની તમામ પાંચ મેચમાં હાર આપી વ્હાઇટ વોશ કર્યો. 2008 બાદ 2001માં ફરી એક વખત ભારતે ચમત્કાર કર્યો હતો.
ધોનીના પગલે રોહિત
2011માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ODI Seriesમાં ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં હાર આપી વ્હાઇટ વોશ કર્યો. અને હાલમાં 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે રમાયેલ ODI Seriesની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને 142રનથી હાર આપી વ્હાઈટ વોશ કરતાં 14 વર્ષ બાદ ઇતિહાસ રચ્યો.ઘરઆંગણે રમાતી ODI Seriesમાં ઇંગ્લેન્ડને વ્હાઈટ વોશ કરી ભારતે 14 વર્ષ પછી ઇતિહાસનું પુનરાવર્તન કર્યું.


