- શિવમ દુબે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે
- અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં બેક ટુ બેક ફિફટી
- દુબેને હાર્દિકના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવે છે
ભારતે અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20 સિરીઝ પર કબજો કરી લીધો છે. ભારતે સિરીઝની બીજી મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબે અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સિરીઝની પ્રથમ મેચમાં શિવમ દુબેએ 60 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય તેણે બોલિંગ દરમિયાન 1 વિકેટ પણ લીધી હતી. હવે બીજી T20 મેચમાં પણ શિવમે 63 રનની અણનમ ઇનિંગ રમી અને ફરી એક વિકેટ લીધી. શિવમે પોતાના પ્રદર્શનથી ટીમને એવી રીતે પ્રભાવિત કરી છે કે હવે તેને હાર્દિક પંડ્યાના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે.
‘દુબેની બેટિંગ મને યુવરાજની યાદ અપાવે છે’
શિવમ દુબે બેટની સાથે સાથે બોલથી પણ કમાલ કરી શકે છે. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર ખેલાડી પણ છે અને બોલિંગની સાથે તે શાનદાર બેટિંગ પણ કરે છે. શિવમ દુબે મીડિયમ પેસર બોલર છે. હાર્દિક પંડ્યા પણ મીડિયમ પેસર બોલર છે. આવી સ્થિતિમાં શિવમ દુબેને હાર્દિક પંડ્યાના શ્રેષ્ઠ રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. ચાહકો શિવમ દુબેને યુવરાજ સિંહ સાથે પણ જોડી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે શિવમ દુબેની બેટિંગ તેમને યુવરાજ સિંહની યાદ અપાવે છે.
શિવમ હાર્દિકનું સ્થાન લેશે
યુવરાજ સિંહ ડાબોડી બેટ્સમેન પણ હતો અને બોલિંગમાં પણ માહેર હતો. તેવી જ રીતે શિવમ દુબે પણ ડાબોડી બેટ્સમેન છે. આવી સ્થિતિમાં શિવમ દુબેને પણ યુવરાજ સિંહ સાથે જોડવામાં આવી રહ્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝની ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ રમાશે. જો શિવમ દુબે આ મેચમાં પણ સારું રમશે તો તેનું T20 વર્લ્ડકપમાં રમવું પણ લગભગ નિશ્ચિત માનવામાં આવશે. આ સાથે ભારતીય ટીમને હાર્દિક પંડ્યાનું સ્થાન પણ મળશે.
હાર્દિક પંડ્યા ઘણા સમયથી ઈજાગ્રસ્ત છે. ICC વર્લ્ડકપ 2023 દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો, તેથી હાર્દિક હજુ સુધી ટીમમાં પરત ફરી શક્યો નથી. પરંતુ હવે હાર્દિક ઈજાગ્રસ્ત થાય તો પણ તેના સ્થાને શિવમ દુબે ટીમમાં સામેલ થઈ શકે છે.


