ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લેવાની યજુવેન્દ્ર ચહલને મોટી કિંમત ચૂકવવી પડશે તેમ દેખાઇ રહ્યુ છે. કારણ કે આ રકમ હવે ટોક ઓફ ધ ટાઉન બની છે. ભારતીય ક્રિકેટરોના અંગત જીવનમાં કોઇે કોઇ હોબાળો સર્જાયેલો હોય છે. ખેલાડીઓના લગ્ન જીવનમાં તિરાડ પડવાની વાત વાયુ વેગે પ્રસરતિ હોય છે. ભારતીય ક્રિકેટરો શમી, હાર્દિક પંડ્યા, વિરેન્દ્ર સહેવાગ બાદ હવે યજુવેન્દ્ર ચહલ પણ છૂટછેડો લઇ રહ્યો હોવાની શક્યતા પ્રબળ જોવા મળી રહી છે.
કરોડો રૂપિયા ચૂકવવા પડી શકે છે
જો ચહલ અને ધનશ્રીના છૂટાછેડા થઈ જાય છે, તો ભારતીય ક્રિકેટરને તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. ધનશ્રી અને ચહલના લગ્ન ડિસેમ્બર 2020 માં થયા હતા. પરંતુ આ સંબંધ 5 વર્ષ પણ ટકી શક્યો નહીં. ધનશ્રી સાથે છૂટાછેડા લેવાની ચહલને મોટી કિંમત ચૂકવવી પડશે, ભારતીય ક્રિકેટરને કરોડો રૂપિયા ચૂકવવા પડી શકે છે. પહેલાથી જ સમાચાર હતા કે ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચેના સંબંધો સારા નથી. અહેવાલો અનુસાર, હવે એવા સમાચાર છે કે છૂટાછેડા પછી, યજુવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માને 60 કરોડ રૂપિયા આપી શકે છે. ચહલ અને ધનશ્રી વચ્ચેના સંબંધોમાં કડવાશના સમાચાર થોડા મહિના પહેલા આવવા લાગ્યા હતા, ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ હતી કે બંને અલગ થઈ શકે છે. આ દરમિયાન, ચહલે કેટલીક પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર મુકી હતી. જેમાં તેમના સંબંધોના અંતના વધુ સંકેતો મળ્યા હતા. ચહલે છૂટાછેડાના બદલામાં ધનશ્રીને 60 કરોડ રૂપિયા ચૂકવવા પડી શકે છે.
ચહલ-ધનશ્રીનો સંબંધ 5 વર્ષ પણ ન ટક્યો
ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020 માં થયા હતા. બંનેએ તેમની પહેલી મુલાકાત પછી ખૂબ જ ટૂંક સમયમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, જેનો ખુલાસો તેમણે એક શોમાં કર્યો હતો. પરંતુ, ચહલ અને ધનશ્રીના લગ્ન 5 વર્ષ પણ ટક્યા નહીં અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે.
ચહલ અને ધનશ્રી વચ્ચેના સંબંધોમાં ક્યાં ભૂલ થઈ?
યજુવેન્દ્ર ચહલ અને ધનશ્રી વિશે વાત કરીએ તો, બંને સંપૂર્ણપણે અલગ વ્યવસાયના હતા. ચહલ એક ક્રિકેટર છે, જ્યારે દંત ચિકિત્સાનો અભ્યાસ કરનાર ધનશ્રી વર્મા વ્યવસાયે નૃત્યાંગના અને કોરિયોગ્રાફર છે. લગ્નના પહેલા 3 વર્ષ સુધી બંને વચ્ચેના સંબંધો ખૂબ સારા રહ્યા. બંને દરેક સ્ટેજ પર, દરેક શોમાં સાથે જોવા મળતા હતા. બંનેએ સાથે એક શો પણ કર્યો હતો. તે જ સમયે, ચહલ એક ડાન્સ શોમાં ધનશ્રીને સપોર્ટ કરવા માટે સેટ પર પહોંચ્યો. પણ પછી ચોથા વર્ષે, તેમના સંબંધોમાં તિરાડના સમાચાર આવવા લાગ્યા. બંને જે દરેક જગ્યાએ સાથે જોવા મળતા હતા તેઓએ આવવાનું બંધ કરી દીધું અને આ પછી લોકો તેમના સંબંધો વિશે અટકળો કરવા લાગ્યા. દરમિયાન, જ્યારે ચહલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ધનશ્રીનો ફોટો ડિલીટ કર્યો, ત્યારે તેનાથી તેમના સંબંધો બગડવાની પુષ્ટિ થઈ હતી.


