આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ આજથી શરુ થઇ રહી ચે. તેમ્બા બાવુમાની કેપ્ટનશીપવાળી સાઉથ આફ્રીકાની ટીમ પોતાની પહેલી ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે અને મેદાનમાં ઉતરશે. ગયા વર્ષે ભારતને હરાવીને ડબલ્યૂટીસીનો ખીતાબ જીત્યો હતો. જાણો ભારતમાં મેચ ક્યારે શરૂ થશે? ટોસ ક્યારે ઉછળશે ? અને મેચનું લાઇવ પ્રસારણ ક્યાં થશે?
પેટ કમિન્સની કેપ્ટનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે તેની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની સાથે સાઉથ આફ્રીકામાં મંગળવારે એલાન કરવામાં આવ્યુ છે કે ફાઇનલ મેચ જૂનથી જૂન વચ્ચે રમાશે, એક દિવસ જૂને રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
કઇ જગ્યાએ રમાશે SA vs AUS WTC Final મેચ ?
સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મેચ ઈંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાશે.
SA vs AUS WTC Finalના ટોસનો સમય ભારતમાં કેટલા વાગ્યે હશે?
ભારતીય સમય અનુસાર સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ બપોરે 2:30 કલાકે થશે. 11 જૂને આ મેચ 3 કલાકે શરૂ થશે.
વર્લ્ડ કપમાંથી સાઉથ આફ્રીકા કેમ પાછળ રહી ગયુ હતુ
સાઉથ આફ્રીકાની સરકારે કેટલાક એવા નિયમો બનાવ્યા હતા જેના કારણે ICC દૂવિધામાં હતુ કે સરકારે નિયમો અનુસાર દેશની ટીમે ઇગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમવાની રજા આપી ન હતી. આ શરત રાખી હતી કે વિપક્ષી ટીમમાં શ્વેત ખેલાડીઓ મેચ રમશે.
ICCએ આ નિયમને પડતો મુક્યો જેનાથી આફ્રીકાના ખેલાડીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ મુકાઇ ગયો હતો. અનેક ખેલાડીના ભવિષ્યને લઇને પ્રશ્નાર્થ લાગી ગયા હતા. હવે આટલા વર્ષોની રાહનો અંત આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ખેલાડીઓ પરત આવશે. છેલ્લે 21 વર્ષ બાદ 1991માં આ દિવસ આવ્યો, જ્યારે સાઉથ આફ્રીકામાં ફેરફાર આવ્યો અને ત્યાં રંગભેદની નીતિને ખતમ કરી દેવામાં આવી.
ઈંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનો વેધર રિપોર્ટ
આજે 11 જૂને વાદળછાયુ વાતાવરણ રહેશે વરસાદનું વિઘ્ન આવે તેવી શક્યતા બહુ ઓછી છે. જો કે હવામાન વિભાગે શુક્રવાર અને રવિવારે ભારે વરસાદની શક્યતા રજૂ કરી છે.
સાઉથ આફ્રીકાની પ્લેઇંગ ઇલેવન
રિયાન રિકલ્ટન, એડન માર્કરમ, ટેંબા બાવુમા (કેપ્ટન) વિયાન મુલ્ડર, ટ્રસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંધમ, કાઇલ વેરિન ( વિકેટકીપર) માર્કો યાનસેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, અને લુંગી એનગિડી.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુકેશ, કૈમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટેવિસ હેડ, બ્યૂ વેબસ્ટર, એલેક્સ કૈરી ( વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લ્યોન, જોશ હેઝલવુડ.