શુક્રવારે રાત્રે ૮:3૦ વાગ્યે ગૃહ ખાતામાંથી અચાનક ઓર્ડર આવ્યો, રાત્રે ૧૨ વાગ્યે વાત લીક થઇ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી.જાડેજાની અચાનક બદલીનો ઓર્ડર આવ્યો છે. રાજકોટ પોલીસના અલગ અલગ વિભાગોમાં આ એકમાત્ર બદલીનો સિંગલ ઓર્ડર અચાનક કેમ આવ્યો? તે અંગે સમગ્ર પોલીસ તંત્ર સ્તબ્ધ થઇ ગયુ છે. તેમની બદલી અમદાવાદ સીડીઓ તરીકે થઇ છે.
રાજકોટ પોલીસ અને એમા પણ હજુ બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચના અન્ય પી.આઇ. બી.ટી.ગોહીલની બદલી થઇ છે. એકમાત્ર પી.આઇ. વાય.બી.જાડેજાથી ક્રાઇમ બ્રાન્ચ ચાલતી હતી. ત્યા અચાનક જ ગઇકાલે રાત્રે સાડા આઠ વાગ્યે વાય.બી.જાડેજાની બદલીનો ઓર્ડર આવ્યો હતો. રાત્રે ૧૧ વાગ્યે બદલીની આ વાત લીક થઇ હતી.
અહીં વિચાર માગી લે તેવો પ્રશ્ન એ થઇ રહ્યો છે કે બે દિવસ પહેલા અન્ય પી.આઇ. બી.ટી.ગોહિલની બદલી થયા બાદ અન્ય પી.આઇ. આવે ત્યા સુધી રાહ જોયા વગર જ ગૃહ વિભાગે વાય.બી.જાડેજાની બદલીનો નિર્ણય કેમ લીધો હશે? એ પણ સિંગલ ઓર્ડરથી અચાનક બદલીનો હુકમ આવતા સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે.