- અમેરિકામાં ઉમૈર એઝાઝ નામના 40 વર્ષીય ભારતીય ડૉકટરની ધરપકડ કરાઈ
- તબીબ સામે બાળકો અને મહિલાઓનાં સેકડો નગ્ન ફોટા અને વીડિયો રેકોર્ડ કરવાનો આરોપ
- આઠમી ઓગસ્ટે ભારતીય તબીબની પહેલીવાર સકંજામાં આવ્યો
જગત જમાદાર એવા અમેરિકામાં 40 વર્ષીય ભારતીય ડૉકટરની ધરપકડ કરવામાં આવી છે. તેની પર ઘણા વર્ષોથી બાળકો અને મહિલાઓનાં સેકડો નગ્ન ફોટા અને વીડિયો રેકોર્ડ કરવાનો આરોપ છે. આ તબીબનું નામ ઉમૈર એઝાઝ કહેવામાં આવી રહ્યું છે. જેની પહેલીવાર આઠ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેને કથિર રીતે બાથરૂમ ચેંજિંગ એરિયા, હોસ્પિટલના રૂમ એટલે સુધી કે પોતાના ઘરમાં હિડન કેમેરા લગાવવામાં આવ્યા હતા. જ્યાં તે 2 વર્ષ સુધી બાળકોનાં કપડાં બદલતો વીડિયો રેકોર્ડ કરતો હતો.
ડૉકટર પાસે 13 હજાર વીડિયો
આઠમી ઓગસ્ટે આ તબીબની ધરપકડ બાદ તેની વિરુદ્ધ ઘણા સર્ચ વોરન્ટ જાહેર કરાઈ ચુક્યા છે. આમાં કમ્પ્યૂટર, ફોન અને 15 એક્સટર્નલ ડિવાઈસ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, એક હાર્ડ ડ્રાઈવમાં આશરે 13 હજાર વીડિયો સેવ કરેલા હતા. અનુમાન છે કે તેને કલાઉડ સ્ટોરેજમાં પણ ઘણા વીડિયો અપલોડ કરેલા હોઈ શકે છે. 13 ઓગસ્ટના એઝાઝ પર બાળકોના સાથે જાતીય દુર્વ્યવહારની એક ઘટના, એક નગ્ન વ્યકિતનો ફોટો ખેંચવાના ચાર કેસ અને ગુના કરવા કમ્પ્યૂટરનો વપરાશ કરવા જેવા પાંચ આરોપ લાગ્યા છે.
ડૉકટરની પત્નીએ ઉઘાડો પાડયો
આ તબીબનું ઘૃણાસ્પદ કૃત્ય બહાર ત્યારે આવ્યું હતું જ્યારે તેની પત્ની અશોભનીય મટિરિયલ્સ લઈને આવી હતી. ઓકલેન્ડ કાઉન્ટી શેરિફે 20 ઓગસ્ટે આ અંગેની જાણકારી આપી હતી. તેને કથિત રીતે ઘણી એવી મહિલાઓની સાથે જાતીય સંબંધ બનાવ્યા હતા જે બેભાન હતી અથવા સૂઈ રહી હતી. એઝાઝ વધુ કયા ગુનાઓમાં સંડોવાયેલો છે, તેની જાણકારી હાલ પૂરતી નથી અને શેરિફ હમાઈલ બુચાર્ડે કહ્યું કે સંપૂર્ણ રીતે સઘન તપાસ કરવામાં મહિનાઓ લાગશે.


