- ભાવનગર જિલ્લાના શામપરા ખોડિયાર ગામે બની ઘટના
- જમવા જેવી સામન્ય બાબતે ઝઘડો થતા કરી હત્યા
- પોલીસે પુત્રની ધરપકડ કરી કર્યો જેલ હવાલે
ભાવનગર જિલ્લામાં કળયુગી પુત્ર એ પોતાના વૃદ્ધ પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.જમવા જેવી સામન્ય બાબતે પોતાની માતા સાથે ઝગડો કરતા પુત્રને પિતા એ ઝગડો કરવાનુ ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા પુત્રએ માતા-પિતાને માર માર્યો હતો જેમાં પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું અને તેની વૃદ્ધ માતા નિમુબહેનને નોંધારા કરી નાખ્યા હતા.પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે.
માથે ધોકો મારી કરી હત્યા
ભાવનગર જિલ્લાના વરતેજ તાલુકાના શામપરા ખોડિયારમાં રહેતા ટીડાભાઈ રાભડીયાનો પુત્ર ભરત રાભડીયાએ પોતાના જ પિતાની માથાના ભાગે લાકડાનો ધોકો મારી દેતા વૃદ્ધ પિતાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે વરતેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પુત્ર ભરત ને જેલ હવાલે કરી નાખ્યો છે. બનાવની વિગત જોઈએ તો ભરત રાભડિયા છૂટક મજૂરી કામ કરતો હોય જેને થોડા દિવસ પહેલા રાત્રીના સમયે જમવા માટે પોતાની માતા સાથે ઝગડો થયો હતો જેથી તેના પિતા ટીડાભાઈએ તેને માતા સાથે ઝગડો ના કરવાનું કહેતા પુત્ર ઉશ્કેરાયેલો હતો અને તેને માતા પિતાના માથે લાકડાના ધોકા વડે માર મારી નાસી છુટયો હતો.માતા પિતા બંને સારવાર માટે 108 મારફતે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા જ્યાં ટીડાભાઈ રાભડીયા નું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો.
30 માર્ચ 2024 અમદાવાદમાં પુત્રએ કરી પિતાની હત્યા
પોલીસની પ્રાથમિક તપાસમાં અને અશોકભાઈના પત્નીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ધુળેટીના તહેવારમાં અશોકભાઈ ઘરે હતા ત્યારે બીજો પુત્ર લોકેશ તેના ઘરે આવ્યો હતો અને પિતાને તમે મને કેમ તમારી સાથે રાખતા નથી તેમ કહી બીભત્સ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. બાદમાં દીકરા લોકેશે કપડાં ધોવાના ધોકા થી પિતા પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમજ લોકેશે દાદીને પણ આ અંગે કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તે ઘરેથી નાસી ગયો હતો. સમગ્ર ઘટના બાદ દાદીએ અન્ય પુત્ર મીતને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીત દ્વારા પોલીસમાં ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


