ભારત દેશ સિવાય અન્ય બહારના લોકો કોઈ હિંદીમાં વાત કરે એ નવાઈની વાત કહેવાય. PM નરેન્દ્ર મોદી બુધવારે તેમના ત્રણ દેશોના પ્રવાસના અંતિમ તબક્કાના ભાગ રૂપે ક્રોએશિયા પહોંચ્યા હતા. આ દરમિયાન એક ક્રોએશિયન યુવતિએ તમામ લોકોનું હિન્દી બોલીને દિલ જીતી લીધું હતું. ઝાગ્રેબ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીએ PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે હિંદીમાં ખાસ તૈયારી કરી હતી.
ક્રોએશિયન યુવતીએ હિંદી બોલીને લોકોનું દિલ જીત્યું
PM મોદી કેનેડામાં G7 કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ ક્રોએશિયા પહોંચ્યા છે. અહીંના સ્થાનિક લોકો પણ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. ક્રોએશિયાની રાજધાની ઝાગ્રેબમાં યુનિવર્સિટીમાં ઇન્ડોલોજી વિભાગમાં હિંદીની વિદ્યાર્થીની કાર્લા PM મોદીની રાહ જોઈ રહેલા કોકેશિયન નાગરિકોમાંથી એક છે. ક્રોએશિયન ગર્લ કાર્લાએ હિન્દીમાં કહ્યું હતું કે, ‘અમે અહીં પીએમ મોદીનું સ્વાગત કરવા આવ્યા છીએ. તેમની મુલાકાત સમગ્ર દેશ માટે મોટી વાત છે.’ કાર્લા ઘણા વર્ષોથી હિંદી બોલી રહી છે અને તેને અંગ્રેજી કરતાં હિન્દીમાં બોલવાનું વધુ ગમે છે.
બંને દેશો વચ્ચેના સંબંધો કેવા છે?
પ્રધાનમંત્રી મોદીની ક્રોએશિયા મુલાકાત યુરોપિયન દેશ સાથે મજબૂત રાજકીય અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપશે. એવું માનવામાં આવે છે કે તેમની મુલાકાત વેપાર, નવીનતાઓ, સંરક્ષણ, બંદરો, શિપિંગ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ વધારશે. ભારત અને ક્રોએશિયા વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રોમાં મજબૂત ગાઢ સહયોગ છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 300 મિલિયન ડોલરછે. આ સિવાય ક્રોએશિયામાં ભારતીય રોકાણ લગભગ 48 મિલિયન ડોલર છે જ્યારે ભારતમાં ક્રોએશિયાનું રોકાણ લગભગ 6 ડોલર છે.
ક્રોએશિયામાં કેટલા ભારતીયો?
ક્રોએશિયામાં ભારત ઘણી સદીઓથી જાણીતું છે. ઝાગ્રેબ યુનિવર્સિટીમાં ઈન્ડોલોજી વિભાગ છેલ્લા 60 વર્ષથી કાર્યરત છે. આ યુરોપિયન દેશ યોગ અને આયુર્વેદમાં પણ વ્યાપક રસ ધરાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ક્રોએશિયામાં ભારતીય સમુદાય ઝડપથી બદલાયો છે. ડિસેમ્બર 2024 સુધીમાં ક્રોએશિયામાં લગભગ 17000 ભારતીયો હતા. ઘણા ભારતીય કામદારો ટૂંકાથી મધ્યમ ગાળાના કરાર પર કામ કરવા માટે અહીં આવે છે. તેથી હાલમાં અહીં રહેતા ઓછામાં ઓછા 90 ટકા લોકો ક્રોએશિયામાં ચોક્કસ સમયગાળા માટે રહેતી વસ્તીનો ભાગ છે.