- પાકિસ્તાની લોકો મહિલાઓની મંજૂરી વિના જ વીડિયો શૂટ કરે છે
- પાક. મજૂરોનો વ્યવહાર પણ અયોગ્ય હોવાનો દુબઇનો આરોપ
- દુબઇએ લગાવેલા આરોપોનો પાકિસ્તાનની સંસદની ઓવરસીઝ કમિટીએ પણ સ્વીકાર્યા
પાકિસ્તાનના લોકોને મુસ્લિમ દેશો પણ કેટલી ઇજ્જત આપે છે તેનું ઉદાહરણ દુબઇમાં સામે આવ્યું છે. દેશવિદેશમાં પોતાની ખરાબ હરકતો માટે પંકાયેલા પાકિસ્તાની લોકોને દુબઇમાં લોકો ઉદ્ધત માને છે અને તેના કારણે પાકિસ્તાનીઓને નોકરી પણ અપાતી નથી. દુબઇના તંત્રે હાલમાં જ પાકિસ્તાન સરકારને જણાવ્યું છે કે તમારે ત્યાંથી અહીં આવેલા મજૂરો સારો વ્યવહાર નથી કરતા. તેઓ ઘણીવાર મહિલાઓના વીડિયો પણ શૂટ કરવા લાગે છે.
દુબઇએ લગાવેલા આરોપોનો પાકિસ્તાનની સંસદની ઓવરસીઝ કમિટીએ પણ સ્વીકાર્યા છે. કમિટીએ કહ્યું હતું કે પાકિસ્તાની વર્કફોર્સની કાર્યકુશળતા ઘટી રહી છે અને તેના કારણે લોકો બાંગ્લાદેશના લોકોને પણ કામે રાખી લે છે. પરંતુ દુબઇ સહિત તમામ સ્થળોએ પાકિસ્તાનથી ગયેલા લોકોને કામે રાખવા માટે કોઇ તૈયાર થતું નથી. સેનેટ કમિટીની મીટિંગમાં કહેવાયું હતું કે પાકિસ્તાનીઓ બદલાતી ટેક્નિક સાથે સ્કિલ ડેવલપ કરી શકી રહ્યા નથી. તે ઉપરાંત તેમના વ્યવહાર અંગે પણ ફરિયાદો છે. તે કારણે અખાતના દેશોમાં તેમના માટે નોકરી મેળવવી મુશ્કેલ થઇ ગયું છે.
50 ટકા ગુનાઓમાં પાકિસ્તાનીઓની સંડોવણી
સંયુક્ત આરબ અમિરાતમાં શ્રમિકો દ્વારા આચરવામાં આવતા ગુનામાં 50 ટકા ગુના પાકિસ્તાનીઓ કરે છે. ઓવરસીઝ મિનિસ્ટ્રીના સચિવે કહ્યું હતું કે પાકિસ્તાની શ્રમિકોને વિદેશોમાં નોકરી નહીં મળવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેનું કારણ બદલાતી ટેક્નિક સાથે પરિવર્તનો થયો છે પરંતુ પાકિસ્તાની લોકો આજે પણ અનસ્કિલ્ડ જ છે. લેબરફોર્સ પાસે સ્કિલનો અભાવ છે અથવા તો ખુબ ઓછું સ્કિલ છે અને તેથી પાકિસ્તાનીઓના સ્થાને બીજા લોકોને નોકરી અપાય છે.
બાંગ્લાદેશથી પ્રેરણા લેવી જોઇએ
પાકિસ્તાની અધિકારીએ કહ્યું હતું કે આપણે બાંગ્લાદેશને પ્રેરણા તરીકે લેવું જોઇએ. તેમના લોકોને બીજા દેશોમાં સરળતાથી નોકરી મળી જાય છે. પાકિસ્તાની સરકારે કબુલાત કરી હતી કે લગભગ 11 કરોડ પાકિસ્તાનીઓ અમેરિકા, સાઉદી અરબ, બ્રિટન, કેનેડા જેવા દેશોમાં કામ કરી રહ્યા છે. કુવૈત, કતાર, સાઉદી અરબ અને યુએઇ જેવા ઇસ્લામિક દેશોએ પાકિસ્તાની લોકોના વર્તન-વ્યવહાર સામે જોરદાર વાંધો ઉઠાવ્યો છે.
સાઉદીમાં પાક. લોકો ભીખ માગતા હતા
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સાઉદી અરબ સરકારે ફરિયાદ કરી હતી કે મોટી સંખ્યામાં પાકિસ્તાની લોકો સાઉદી અરબમાં ભીખ માગી રહ્યા છે. આ તત્વો હજ યાત્રા વગેરે જવા બહાને સાઉદી અરબ આવ્યા હતા. સાઉદી અરબે કહ્યું હતું કે તેમના દેશમાં જેટલા ભીખારી પકડાયા છે તેમાંના 90 ટકા ભિખારી પાકિસ્તાની હતા.


