- વિઝા ના મળે તો પાક. ફેન્સને ટિકિટનું રિફંડ પણ નહીં મળે
- સમયસર વિઝા નહીં મળે તો તેઓ મેચ જોવા પહોંચી શકશે નહીં
- આઇસીસી દ્વારા રિફંડ મળવા માટે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની મેચોનું કવરેજ ઇચ્છતા પાકિસ્તાની પત્રકારો અને મેચો નિહાળવા માગતા સમર્થકોને હજુ સુધી ભારતના વિઝા મળ્યા નથી. પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇકમિશન હજુ પણ ભારતના ગૃહમંત્રાલયના નિર્દેશોની રાહ જોઇ રહ્યું છે. આ સમય પાકિસ્તાની પત્રકારો અને સમર્થકો માટે પીડાકારક છે. સમર્થકો માટે સૌથી મોટી ચિંતા એ છે કે જો તેમને સમયસર વિઝા નહીં મળે તો તેઓ મેચ જોવા પહોંચી શકશે નહીં અને આ સ્થિતિમાં ટિકિટનું રિફંડ મળવા માટે આઇસીસી દ્વારા કોઇ જોગવાઇ કરવામાં આવી નથી. પાકિસ્તાની પત્રકારો આઇસીસીને સતત ઇમેલ કરીને વિઝા મળે તેવી કાર્યવાહી કરવાની વિનંતી કરી રહ્યા છે પરંતુ આઇસીસી અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ તેવું સ્ટેટમેન્ટ કરી રહી છે.