- સુરતમાં વીમા એજન્ટના ખાતામાંથી કરોડોના વ્યવહાર થયા
- છેલ્લા દોઢ વર્ષમાં 3 કરોડથી વધુના ટ્રાન્જેકશન થયા
- બે પકડાયેલા પૈકીનો એક ઠગ બેન્કર નીકળ્યો છે
સુરતના ખટોદરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાંથી 3 કરોડનો વ્યવહાર એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર કરવામાં આવ્યો હોવાનો કાંડ બહાર આવતા બેંક મેનેજર સહિત ખટોદરા પોલીસે બેને ઝડપી પાડ્યા છે, બે પકડાયેલા પૈકીનો એક ઠગ બેન્કર નીકળ્યો છે.
છેલ્લા દોઢ વર્ષમાં 3 કરોડથી વધુના ટ્રાન્જેકશન થયા
પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા તુલસીધામ સોસાયટીમાં રહેતા અને અડાજણ એલપી સવાણી રોડ પર ટાટા કંપની એઆઈએ તરફથી ઈન્શ્યુરન્સને લગતું કામકાજ કરતાં અખિલેશ રણજીત યાદવ 27મી સપ્ટેમ્બરના રોજ એચડીએફસી બેંકમાં ખાતુ ખોલવવા માટે ગયા હતા. બેંકની સિસ્ટમમાં પાનકાર્ડ નાખતા પહેલેથી જ તેમના બે બેંક ખાતાઓ બતાવતા હતાં. જેમાં છેલ્લા દોઢ વર્ષમાં 3 કરોડથી વધુના ટ્રાન્જેકશન થયા હતાં. આ બાબતે તેઓએ પોલીસમાં અરજી આપી હતી. ફરીયાદીની ફરિયાદ બાદ ખટોદાર પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સંદીપ રાખેચા અને રજત શેઠિયાની ધરપકડ
આ અંગે ઝોન ફોરના ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે લોકો સાથે વિશ્વાસઘાત કરનાર બેનામી અલગ બે કંપની ખોલી છેતરનાર બે આરોપીઓની ખટોદરા પોલીસે ધરપક્ડ કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક મેનેજરે સેવિંગ ખાતું ખોલ્યું હતું. જો કે વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી ફરિયાદના આધારે ખટોદરા પોલીસે એચડીએફસીના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો સાથે જ પોલીસે એચડીએફસી મેનેજર સંદીપ રાખેચા અને રજત શેઠિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે,


