- દીવના બીચ પર નશેડી લોકો
- પોલીસને ફરિયાદ કરાતા ખસેડાયા
- અમુક લોકોને ટેકો આપીને કાઢવા પડ્યા
દીવના નાગવા બીચ પર હાલ દિવાળીના દિવસો હોઈ ઘણાં પ્રવાસીઓ ઉમટ્યા છે. પરંતુ આ પ્રવાસીઓમાં અમુક લોકોને નશાનો શોખ હોઈ હાલ દીવના નાગવા બીચ પર નશેડીઓ ઘૂમતા દેખાયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ તેમને બીચ પરથી દૂર કરાયા હતા.
હાલ દિવાળી વેકેશનના દિવસો હોઈ ઘણાં પ્રવાસીઓ ફરવા માટે દીવ ખાતે આવેલા છે. અહીં દારૂ પીવાની છૂટ હોવાથી ઘણાં લોકો તેમનો મોજશોખ પણ કરતા હોય છે. પરંતુ આની આડઅસર એવી છે કે હાલ દીવના ઘણાં જ પ્રસિદ્ધ એવા નાગવા બીચ પર નશામાં ધૂત એવા લોકો નજરે પડ્યા હતા. આ મામલે જાગૃત લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી જેથી પોલીસે પણ કાર્યવાહી કરી હતી.
મહત્વનું છે કે દારૂનો નશો કરીને લોકો બીચ પર જ સૂઈ ગયા હતા. આ દરમિયાન અમુક જગ્યાએ તો નશામાં ધૂત લોકોએ મહિલાઓની છેડતી પણ કરી હોવાની બાબત સામે આવી હતી. જેથી આ મામલે આવા તત્વોને દૂર કરવા માટે પોલીસની મદદ લેવી પડી હતી અને પોલીસે આ લોકોને ખસેડીને અથવા ટેકો કરીને પણ બીચ પરથી દૂર ધકેલ્યા હતા.
આ મામલે એક મોટી બાબત એ પણ છે કે વાઈન શોપ્સ હાલમાં બંધ હોવા છતાં આ વિસ્તારમાં દારૂ પીધેલા લોકો મળી આવતા પોલીસ પણ અચરજમાં મૂકાઈ હતી. જો કે આ મામલે વધુ જાણકારી તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે.


