- ચૂંટણી ડયુટી પર તૈનાત અર્ધલશ્કરી દળો પર ફાયરિંગ
- નારાયણપુરમાં પણ થયું હતું નક્સલીઓ સાથે એન્કાઉન્ટર
- કાંકેરમાં પણ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ
છત્તીસગઢના સુકમા જિલ્લામાં ચુંટણી પર ફરજ તૈનાત અર્ધ લશ્કરી દળો અને નક્સલીઓ વચ્ચે ફાયરિંગ થયું છે. આ દરમિયાન કેટલાંક જવાનો ઘાયલ પણ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ફાયરિંગ તાડમેટલા અને દુલેદ ગામ વચ્ચે જંગલમાં થયું હતું અને લગભગ 20 મિનિટ સુધી સામસામે ફાયરિંગ ચાલ્યું હતું. દક્ષિણ બસ્તરના દંતેવાડા જિલ્લાના મીનપા ગામમાં ચૂંટણી પક્ષની સુરક્ષા માટે 206 કોબ્રા બટાલિયનના જવાનોને જંગલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.
નારાયણપુરમાં પણ થયું હતું એન્કાઉન્ટર
છત્તીસગઢના નારાયણપુરમાં ઓરછા પોલીસ સ્ટેશન નજીકના જંગલ વિસ્તારમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અથડામણ વચ્ચે જ નક્સલીઓ પલાયન થઈ ગયા હતા જેથી STFના જવાનો સુરક્ષિત છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નક્સલવાદીઓએ મતદાન મથકોને ઘેરી લીધા હોવાની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માહિતી ખોટી છે અને મતદાન ચાલી રહ્યું છે.
કાંકેરમાં પણ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ
કાંકેરમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. લગભગ અડધો કલાક સુધી આ એન્કાઉન્ટર ચાલ્યું હતું. જણાવી દઈએ કે માડપખાંજૂર અને ઉલિયા જંગલમાં ચૂંટણી કરાવવા ગયેલા BSF અને બસ્તર ફાઈટરના જવાનો સાથે અથડામણ થઈ હતી. પખંજુર એએસપીએ સમગ્ર મામલાની માહિતી આપી છે.
કાંકેરના બાંદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએફ અને ડીઆરજીની ટીમ મતદાન માટે એરિયા ડોમિનેશન માટે નીકળી હતી. દરમિયાન, પનાવર નજીક ડીઆરજી સાથે એન્કાઉન્ટર થયું હતું. ઘટના સ્થળેથી AK-47 મળી આવી છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેટલાક નક્સલવાદીઓ ઘાયલ થઈને મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે.