- રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત 11 મહિનાના સૌથી નીચલા સ્તરે
- ડિસેમ્બરમાં ભારતમાં ન કરાઇ ક્રૂડની આયાત
- પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને પેમેન્ટને કારણે સમસ્યા
ભારત છેલ્લા કેટલાય મહિનાઓથી રશિયાથી સૌથી વધુ કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલ મંગાવી રહ્યું છે. જેને પગલે રશિયા ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર બની ગયો છે. પરંતુ ડિસેમ્બરમાં રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત 11 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. ડિસેમ્બરમાં ભારતીય રિફાઇનરી કંપનીઓએ રશિયાથી રોજિંદા 14.8 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરવામાં આવી જે નવેમ્બરની સરખામણીમાં માત્ર 11.6 ટકા હતી. ડિસેમ્બરમાં રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત જાન્યુઆરી 2023 બાદ સૌથી ઓછી છે. ગત વર્ષના પહેલા મહિનામાં ભારતે રશિયા પાસેથી રોજના 14.8 બેરલ ક્રૂડ ઓઇલ મંગાવ્યું હતું.
એક રિપોર્ટ અનુસાર, ભારતને ડિસેમ્બરમાં રશિયા પાસેથી સોકોલ ગ્રેડ ક્રૂડની કોઈ ડિલિવરી નથી મળી, જ્યારે યુરલ ક્રૂડની આયાતમાં કોઈ ફેરફાર થયો નથી. કોમોડિટી માર્કેટ એનાલિટિક્સના લેટેસ્ટ શિપિંગ ડેટામાં આ વાત સામે આવી છે. સોકોલ ક્રૂડનું ઉત્પાદન ચીનના દૂર પૂર્વ વિસ્તારમાં થાય છે. તેને પશ્ચિમી દેશો તરફથી પ્રતિબંધો અને પેમેન્ટની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આના કારણે IOC માટે સોકોલ ક્રૂડ લાવતા 6 ટેન્કરો ઘણા દિવસો સુધી ભારતીય જળસીમામાં જ અટકી ગયા હતા. તેમાંથી બે ચીન તરફ વળી ગયા હતા.
રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત
ડિસેમ્બર મહિનામાં ભારતના ઓઇલ ઇમ્પોર્ટમાં રશિયાનો 32.9 ટકા હિસ્સો હતો. ભારતે રશિયા પાસેથી કુલ 45.1 લાખ ટન ક્રૂડ ઓઈલની આયાત કરી છે. ઈરાકનો હિસ્સો 22 ટકા અને સાઉદી અરેબિયાનો 15.6 ટકા હતો. અગાઉ નવેમ્બરમાં ભારતની તેલની આયાતમાં રશિયાનો હિસ્સો 37.1 ટકા હતો. યુક્રેન યુદ્ધ પહેલા ભારતની રશિયા પાસેથી તેલની આયાત ઘણી ઓછી હતી. પરંતુ યુક્રેન યુદ્ધ પછી, પશ્ચિમી દેશોએ રશિયન તેલ પર પ્રતિબંધ લાદ્યો. આ કારણે રશિયાએ તેલ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું. ભારતે આ તક ઝડપી લીધી. ભારત વિશ્વમાં ક્રૂડ તેલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને તેની તેલની જરૂરિયાતના 85 ટકાથી વધુ આયાત કરે છે.


