- થૌબલમાં બંદુકધારીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો
- પોલીસના નિવેદન પ્રમાણે 3 બીએસએફ જવાનો ઘાયલ થયા
- ગોળીબારને પગલે મણિપુર જિલ્લા પ્રશાસને કર્ફ્યુ લગાવી દીધો
મણિપુરના મોરેહ શહેરમાં બુધવારે થયેલી હિંસામાં બે જવાનો શહીદ થયા હતાં. તોફાની ટોળાએ સુરક્ષા જવાનોની ચોકી પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ સુરક્ષા જવાનોની ચોકી પર હુમલામાં ગોળીબાર કર્યો હતો અને બોમ્બમારો કર્યો હતો. જેને લઈને ગઈકાલ મણિપુર સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી હતી. ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે, મણિપુર હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ત્રણ બીએસએફ જવાનો શહીદ થયા છે જેને પગલે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
પાલીસે એક નિવેદનમાં જણાવ્યું
ઘટનાને પગલે પોલીસે માહિતી આપી હતી કે, મણિપુરના થૌબલ જિલ્લામાં બંદૂકધારીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ત્રણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો ઘાયલ થયા. બુધવારે મોડી રાત્રે, ભીડમાંના કેટલાક બંદૂકધારીઓએ “થોબલ પોલીસ હેડક્વાર્ટરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો” અને સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો, પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા ટોળાએ થૌબલ જિલ્લાના ખાંગાબોક ખાતે ત્રીજી ભારતીય રિઝર્વ બટાલિયનને નિશાન બનાવી, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરીને તેમને વિખેર્યા.
ઘાયલ જવાનોને હોસ્પિટલમાં લઈ જવાયા
તદ્ઉપરાંત નિવેદનમાં જણાવ્યું હતું કે, ટોળાએ થોબલ પોલીસ હેડક્વાર્ટરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો, જેના પગલે સુરક્ષા દળોએ બળનો ઉપયોગ કરવો પડ્યો. ભીડમાંથી સશસ્ત્ર લોકોએ ગોળીબાર કર્યો, જેમાં BSFના ત્રણ જવાનો ઘાયલ થયા. ત્રણેયની ઓળખ કોન્સ્ટેબલ ગૌરવ કુમાર, એએસઆઈ સોબરામ સિંહ અને એએસઆઈ રામજી તરીકે થઈ છે. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
મણિપુર જિલ્લા પ્રશાસને થૌબલમાં કર્ફ્યુ લાદી દીધો
ટોળાએ હિંસાને પગલે ગોળીબાર કરતાં મણિપુર જિલ્લા પ્રશાસને થૌબલમાં કર્ફ્યુ લાદી દીધો છે પણ આરોગ્ય, મીડિયા અને કોર્ટના કામ સાથે સંકળાયેલા લોકો અને એરપોર્ટની મુલાકાત લેતા લોકો સહિત આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ બુધવારે રાજ્યના તેંગનોપલ જિલ્લાના સરહદી શહેર મોરેહમાં સુરક્ષા દળોના એક વાહન પર હુમલો કર્યો હતો, જેમાં મણિપુર પોલીસના બે કમાન્ડો શહીદ થયા હતા.


