- ચીનના એક શખ્સનું કારસ્તાન વાંચીને તમે દંગ રહી જશો
- ચીનની તપાસ એજન્સીએ સાયબર ઠગને ઝડપી કરોડોના ડેટા ચોર્યાની કબૂલાત કરાવી
- સાયબર ઠગને ઝડપ્યા બાદ મોટા સાયબર ક્રાઇમ બોટનેટનો પર્દાફાશ કર્યો છે
ચીનના એક શખ્સને સાયબર ક્રાઈમ ટોળકી ચલાવવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે. કમ્પ્યૂટર્સને હેક કરી ગુનેગારોની જાણકારી વેચી દેતો હતો. ઉલ્લેખનીય છે કે આ શખ્સે આશરે 200 દેશમાં મોટી સંખ્યામાં કમ્પ્યૂટર હેક કર્યા હતા. ત્યારબાદ તેના ડેટાને સાયબર ક્રિમિલન્સને વેચી દીધા હતા.
આંતરરાષ્ટ્રીય કાયદા અમલને લઈ તપાસ એજન્સીએ એક ચીની નાગરિકની ધરપકડ કરી છે અને મોટા સાયબર ક્રાઇમ બોટનેટનો પર્દાફાશ કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આ બોટનેટ છેલ્લા એક દાયકાથી ચાલી રહ્યું હતું. એક અંદાજ મુજબ, આ વ્યક્તિએ આ બોટનેટ દ્વારા ગુનેગારોને એક્સેસ વેચીને ઓછામાં ઓછા 99 મિલિયન ડોલરનો નફો મેળવ્યો હતો. ગુનેગારોએ આ માહિતીનો ઉપયોગ ચોરી, બાળ શોષણ, નાણાકીય છેતરપિંડી જેવા ગુના કરવા માટે કર્યો હતો.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેને ટાંકીને જણાવ્યું હતું કે 911 S5 બોટનેટ કદાચ વિશ્વનું સૌથી મોટું સાયબર ક્રાઈમ બોટનેટ હતું. આ માલવેરનું નેટવર્ક છે જેણે લગભગ 200 દેશોમાં કમ્પ્યૂટરને સંક્રમિત કર્યું છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ યુનહે વાંગ તરીકે થઈ છે અને તેની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે. વાંગની 24 મેના રોજ સિંગાપોરમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય અધિકારીઓએ મોટી માત્રામાં ક્રિપ્ટોકરન્સી પણ જપ્ત કરી છે.
1.9 કરોડ કમ્પ્યૂટરનો ડેટા ચોરાયો
અહેવાલો અનુસાર, સાયબર ઓપરેશન માટે એફબીઆઈના ડેપ્યુટી આસિસ્ટન્ટ બ્રેટ લેધરમેને જણાવ્યું હતું કે થાઈલેન્ડમાં વાંગ વિરુદ્ધ સર્ચ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓએ 32 કરોડ રૂપિયાથી વધુની કિંમતની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે, વાંગની ધરપકડ અંગે માહિતી આપતાં એટર્ની જનરલે જણાવ્યું હતું કે વાંગે આ બોટનેટ દ્વારા 1.9 કરોડ વિન્ડોઝ કોમ્પ્યુટર હેક કર્યા હતા, જેમાંથી 6 લાખ 13 એકલા અમેરિકામાં હતા . અહેવાલો અનુસાર, તેણે ઘણા ગુનેગારોને તેમની ઍક્સેસ વેચી દીધી હતી.
ઝોમ્બી નેટવર્ક દ્વારા વાંગ પાસેથી એક્સેસ ખરીદનારા ગુનેગારોએ રાહત કાર્યક્રમોમાં છેતરપિંડી કરીને અબજો ડૉલર ગાયબ કર્યા. અધિકારીઓના અનુમાન મુજબ, લગભગ 5 લાખ 60 હજાર નકલી બેરોજગારી વીમાના દાવા ચેડા થયેલા આઈપી સરનામાઓથી કરવામાં આવ્યા હતા. વાંગે કથિત રીતે 150 સર્વર્સ દ્વારા બોટનેટનું સંચાલન કર્યું હતું. આમાંથી લગભગ અડધા સર્વર્સ અમેરિકન આધારિત ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડરના છે. આનાથી મળેલા પૈસાથી તેણે અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં પ્રોપર્ટી ખરીદી.


