ચક્રવાતી વાવાઝોડું દિતવાહ ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે. શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તે ભારતના તમિલનાડુ તરફ આવી રહ્યુ છે. જેના કારણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પોંડીચેરીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય સ્કૂલ કોલેજો બંધ રાખવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. દિત્વાહને કારણે ચેન્નઇ એરપોર્ટ પરથી 47 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.
આજ સાંજ સુધીમાં સમુદ્રી તટ સાથે ટકરાશે
શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું દિતવાહ ભારતીય સમુદ્ર તટ તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે. વાવાઝોડું આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પોંડીચેરીના સમુદ્ર તટ પર લેન્ડફોલ કરવા માટે તૈયાર છે. મહત્વનુ છે કે ચક્રવાતી વાવાઝોડાં દિત્વાહના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે.અનેક જગ્યાઓ પર નુકસાન પણ પહોંચ્યુ છે. મળતી માહિતી પ્રમાણે 30 નવેમ્બર એટલે કે આજે સાંજ સુધીમાં તે સમુદ્રી તટ પર ટકરાશે. દિત્વાહને કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક જોરદાર પવન ફૂંકાઇ રહ્યા છે.
ચેન્નઇ એરપોર્ટ પર 47 ફ્લાઇટ કેન્સલ
વાવાઝોડાંની અસરથી તમિલનાડુમાં સવારથી જ જોરદાર પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે ચેન્નઇ એરપોર્ટ પર રવિવારે કુલ 47 ફ્લાઇટ કેન્સલ કરી દીધી છે. જેમાં 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સામેલ છે. દિત્વાહને કારણે તમિલનાડુમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ સાથે જ શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. કામ વગર લોકોને ઘરની બહાર ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. અનેક શાળામાં યોજાનારી પરિક્ષાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. આગલા 24 કલાકમાં ઉત્તરી તમિલનાડુ પોંડીચેરીના તટ તરફ આ વાવાઝોડું ટકરાવવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ Delhiના સંગમ વિહાર વિસ્તારમાં 4 માળની બિલ્ડિંગમાં આગ લાગી, ત્રણ લોકોના મોત અને બે ઘાયલ


