- ચક્રવાત મિચોંગ પરિવર્તિત થયુ તોફાનમાં
- ચક્રવાત આંધ્રપ્રદેશના તટ પર ટકરાયુ
- ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો
બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલુ ચક્રવાત મિચોંગ આંધ્રપ્રદેશના તટ પર ટકરાઇ ગયું છે. . ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગંભીર ચક્રવાતી તોફાન મિચાઉંગ ન બાપતલા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 90-100 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે પાર થયુ છે. હાલ બાપતલામાં સુસવાટા બંધ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
3 કલાક ચાલશે લેન્ડફોલની પ્રક્રિયા
ચક્રવાત મિચોંગની લેન્ડફોલ પ્રક્રિયાલગભગ ત્રણ કલાક સુધી ચાલશે. આંધ્રપ્રદેશના દરિયાકિનારાને હવે ખાલી કરાવવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
લેન્ડફૉલ શરૂ
આંધ્રપ્રદેશના બાપતલામાં ચક્રવાત મિચોંગના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાને જોતા પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસરને કારણે ચેન્નાઈમાં ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે રાજ્ય સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ 8 જિલ્લામાં NDRF અને SDRFની 5-5 ટીમો તહેનાત છે.
આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદ
આંધ્રપ્રદેશમાં હાલ ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાયો છે. ભારે વરસાદને પગલે આંધ્રપ્રદેશનો તિરુપતિ સહિત 5 પ્રમુખ ડેમો ક્ષમતા કરતા વધુની સપાટીએ વહી રહ્યા છે.
આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત મિચોંગ ટકરાઇ ગયુ છે. જેને લઇને આંધ્રપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે.
NDRFની ટીમ ખડેપગે
તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. સમગ્ર ધ્યાન આંધ્ર પ્રદેશના બાપતલા અને માછલીપટ્ટનમના દરિયાકિનારા પર છે. NDRFની કુલ 29 ટીમો તૈનાત છે, જેમાંથી 11 ટીમો આંધ્રપ્રદેશમાં, 14 ટીમ તમિલનાડુમાં અને 3 ટીમો પુડુચેરીમાં તૈનાત છે.


