- મિઝોરમમાં આવેલા વાવાઝોડાના કારણે મકોનોને ભારે નુકસાન
- વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
- પ્રભાવિત વિસ્તારમાં પાણી અને અન્ન વગર લોકોના વલખા
મિઝોરમમાં 3 દિવસ પહેલા આવેલા વાવાઝોડાને કારણે 2500થી વધુ મકાનોને ભારે નુકસાન થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાને કારણે મિઝોરમમાં રહેણાંક મકાનો, શાળાઓ અને સરકારી ઈમારતોને નુકસાન થયું છે, જ્યારે એક મહિલાનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ મિઝોરમમાં વાવાઝોડાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાવાઝોડું એટલું પ્રચંડ હતું કે, લગભગ 2500થી વધુ રહેણાક મકાનો, સ્કૂલ-કોલેજો અને સરકારી ઈમારતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પ્રભાવિત વિસ્તારમાં પાણી અને અન્ન વગર લોકોને મુશ્કેલીમાં છે. એવું પણ જાણવા મળ્યું છે કે, આ વાવાઝોડામાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે અન્ય અનેક લોકોને નાનીમોટી ઇજાઓ પહોંચી છે.
2500થી વધુ મકાનોને નુકસાન
સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે મિઝોરમમાં આવેલા વાવાઝોડા બાદ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને કરા પડ્યા હતા. સોમવારે જોરદાર પવનના કારણે અનેક વૃક્ષ 45 વર્ષીય મહિલા પર પડતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તોફાન અને અતિવૃષ્ટિએ 15 ચર્ચોને નુકસાન પહોંચાડ્યું હતું, પાંચ જિલ્લાઓમાં 17 શાળાઓ, ચંફઈ અને સૈથુ જિલ્લામાં 11 રાહત શિબિરો , કોલાસિબ અને સેરછિપ જિલ્લાઓમાં 11 આંગણવાડી કેન્દ્રો અને 2500 થી વધુ મકાનોને નુકસાન થયું હતું.
પ્રભાવિત વિસ્તારોમાં સહાયની કરી જાહેરાત
ઉત્તરી મિઝોરમનો કોલાસિબ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં 800 થી વધુ ઘરો, સાત શાળાઓ, છ ચર્ચ, આઠ આંગણવાડી કેન્દ્રો અને 11 સ્ટાફ ક્વાર્ટર્સને નુકસાન થયું છે. આઈઝોલ જિલ્લામાં 632 મકાનોને નુકસાન થયું છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન મંત્રી કે સપદંગાએ જણાવ્યું હતું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી હોવા છતાં સરકાર અસરગ્રસ્ત લોકોને હાલના કાયદા હેઠળ સહાય પૂરી પાડશે.


