સાંબેલાધાર વરસાદને લીધે મેક્સિકોના તટ પર વસેલા ચાર રાજ્યોમાં વિનાશકારી અને જીવલેણ પૂર અને ભૂસ્ખલન સર્જાયું છે. જ્હોન ચક્રવાત વર્ષ-2024માં પૂર્વ પેસિફિક મહાસાગરમાં ઉઠેલું તોફાન છે અને આ સમયે અહીંથી પસાર થઈ રહ્યું છે. જ્યારે શક્તિશાળી એટલાન્ટિક તોફાન, હરિકેન હેલેન મેક્સિકોની ખાડીમાં ઘુમરાઈ રહ્યું છે. જે ગુરુવારે ફ્લોરિડીમાં સંભવિત ટકરાશે.
પૂર અને ભૂસ્ખલન થવાની શક્યતાઓ
હવામાન કચેરીના અગાહી અનુસાર, સોમવારે આ ઉષ્ણકટિબંધીય ચક્રવાતી તોફાન જ્હોન કેટેગરી ત્રણમાં તબદિલ થયું અને આ જમીન સાથે ટકરાતા 120 મિલ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. હવામાન વૈજ્ઞાનિકોએ મંગળવારે બપોરે મેક્સિકોમાં આવેલા તોફાન પર નજર રાખી, પરંતુ તેઓએ ચેતવણી આપી હતી, કે દેશના દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં આગામી ઘણા દિવસો સુધી અચાનક પૂર આવવાની શક્યા છે. બુધવારે બપોરે તોફાનથી ચાલનારા પવનની ઝડપ 50 માઈલ પ્રતિ કલાકની આસપાસ પહોંચી ગઈ છે. ગુરુવારે દક્ષિણ મેક્સિકોના તટ પાસે પહોંચતા તોફાન વધુ મજબૂત થવાની આશા છે.
બે રાજ્યમાં તોફાને વિનાશ વેર્યો
જ્યારે તોફાન પહેલા મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેશ મેનુઅલ લોપેજ ઓબ્રેડોરે લોકોને આગ્રહ કર્યો હતો. કે તેઓ ઊંચા સ્થળો પર ચાલ્યા જાઓ. પોતાની સુરક્ષા કરે અને એ ન ભૂલવું જોઈ કે જીવન સૌથી મહત્ત્વપૂર્ણ ચીજ છે. મંગળવારે સવાર સુધી તોફાને દેશના બે સૌથી ગરીબ રાજ્યો ગુએરેરો અને ઓકસાકાના કેટલાક હિસ્સાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ પડયો હતો.
રાજ્યના એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે ચક્રવાતથી સૌથી ભીષણ અસર ગુએરેરોમાં અનુભવાઈ હતી. ભૂસ્ખલનથી બે લોકોની તેઓના ઘરમાં જ મોત થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર તોફાનથી છ હજાર લોકોને વીજ પુરવઠા વગર રહેવાની નોબત આવી છે. વૃક્ષ ધરાશાયી થવાથી રસ્તા બ્લોક થયા હતા જ્યારે વીજળીના તાર તૂટીને પડયા હતા.


