તીર્થક્ષેત્ર કરનાળી પાસેના પીપળીયા ગામે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાની વ્યાપક ફરીયાદ ઉઠતા ખાણ ખનીજ વિભાગે છાપો મારી અંદાજિત એક કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરતા રેતી માફ્યિાઓમાં ફ્ફ્ડાટ વ્યાપ્યો છે.
ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ પાસેના ફૂલવાડી-ગામડી પાસે નો ઓરસંગ નદી નો પટ, ચાંદોદ કરનાળી ને જોડતા પુલ નીચેનો વિસ્તાર તેમજ કરનાળી પાસેના પીપળીયા ગામનો ઓરસંગનો નદી કાંઠો ગેરકાયદેસર રેતી ખનન કરતા માફ્યિાઓ માટે સોના ના ઈંડા આપતી મરઘી જેવો સાબિત થઈ રહ્યો છે તંત્ર ની પરવા કર્યા વિના ભૂમાફ્યિાઓ આ તમામ વિસ્તારોમાં થી બેઘડક દિવસ રાત રેતી ઉલેચી સફેદ રેતી નો કાળો કારોબાર કરતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગે સક્રિય થઈ રવિવારે મોડી રાત્રે કરનાળી પાસેના પીપળીયા ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન ના વેપલા પર છાપો માર્યો હતો જ્યાંથી ગેરકાયદે રેતી ખનન ના ઉપયોગમાં લેવાતું એક હિટાચી મશીન, રેતી ભરેલા બે આઇસર ટેમ્પો અને એક ડમ્પર મળી અંદાજિત એક કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી જપ્ત કરેલો મુદ્દામાલ ચાંદોદ પોલીસને હવાલે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.ગેરકાયદે રેતી ખનન મામલે પકડાયેલા મુદ્દામાલમાં કરનાળીના રહેવાસી ભુપિન તડવીનું હિટાચી મશીન, ડભોઇના નિલેશ પટેલના બે આઇસર ટેમ્પો તેમજ સુરતના ભરત ભરવાડનું એક ડમ્પર મળી અંદાજિત એક કરોડના મુદ્દામાલનો સમાવેશ થાય છે.


