- કામ કરવા માટે બળવંત લબાનાએ માગી હતી લાંચ
- ઝાલોદ તાલુકા પંચાયતમાં બજાવે છે ફરજ
- મંજૂરી માટે ફાઇલ પાસ કરાવા માગી હતી લાંચ
ફરી એકવાર લાંચ લેવાના કેસમાં એસીબીને મોટી સફળતા મળી છે. જેમાં દાહોદમાં સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. ઝાલોદ તાલુકા પંચાયતના આસિટન્ટ ટેકનિકલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખામાં કરાર આધારીત ફરજ બજાવતો આસિસ્ટન્ટ વર્કસ મેનેજર લાંચ લેતો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, આસિસ્ટન્ટ વર્કસ મેનેજર બળતંવ લબાનાએ ફરીયાદી પાસે કામની ફાઈલ પાસ કરાવા માટે લાંચ માંગી હતી. મનરેગા ના AWM બળતંવ લબાના લાંચ લેતો હોવાની અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી. જોકે, આજે તેને મહીસાગર ACBએ લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યો છે.
ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખામાં કરાર આધારીત ફરજ બજાવતો આસિસ્ટન્ટ વર્કસ મેનેજર બળતંવ લબાનાએ ફરીયાદી પાસે કામની ફાઈલ પાસ કરાવા માટે લાંચ માંગી હતી. જોકે, ફરિયાદી લાંચ માંગતાં ન હોવાથી તેમણે મહીસાગર ACBને જાણ કરી હતી. આજે ACB બળતંવ લબાનાને લાંચ સ્વિકારતાં રંગેહાથ ઝડપી પાડ્યો છે. ACBના સપાટાથી લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.


