દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી પસાર થતાં ઈન્દોર – અમદાવાદ નેશનલ હાઈવેલ પર એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે આગળ જતી એક વોલ્વો ગાડીને અડફેટમાં લેતાં ગાડીમાં સવાર એક વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
દાહોદના રાબડાળ ગામે ઈન્દૌર અમદાવાદ નેશનલ હાઈવે પર એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે પુરઝડપે અને ગફ્લત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે આગળ જતી એક વોલ્વો ગાડીને પાછળથી જોશભેર ટક્કર મારતાં વોલ્વો ગાડીમાં સવાર દીપ નારાયણ દુલારચંદ્ર રામ (રહે. બિહાર) નાને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સનો ચાલક ટ્રાવેલ્સ બસ સ્થળ પર મુકી નાસી જતાં આ સંબંધે મોહમ્મદ સયુમ ખાન હાસીનખાને દાહોદ તાલુકા પોલીસે મથકે ફરીયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઈન્દોર – અમદાવાદ હાઈવે પર અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે, જેને લઈને તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવા જણાવાયું છે.


