દેવગઢબારીઆ તાલુકાના ઘટક 1ના મોટીઝરી સેજાના 2 આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફ્સિર ઈરાબેન ચૌહાણે લીધી હતી. આ આકસ્મિક મુલાકાતમાં આંગણવાડી કાર્યકર, તેડાગર હાજર હતા. આંગણવાડી કેન્દ્રની મુલાકાતમાં પોષણ ટ્રેકર મુજબ લાભાર્થી છે કે નથી તે ચેક કરાયું હતું. બાળકોને થીમ પ્રમાણે કાર્યકર દ્વારા પ્રવૃતિ કરાવાઈ હતી. કેન્દ્રમાં તેડાગર બેન દ્વારા સમયસર ગુણવત્તા યુક્ત મેનુ મુજબ ભોજન પણ બનાવેલું હતું. સવારના નાસ્તામાં શીરો ,બપોરના ભોજનમાં દાળ, ભાત, શાક બનાવાયું હતું. આંગણવાડી આવેલ (એચ.સી.એમ સ્ટોક, THR સ્ટોક) ની ચકાસણી કરાઈ હતી. વધુમાં વધુ લાભાર્થીઓ પોષણ ટ્રેકરમાં ઉમેરવાની સૂચના આપી હતી.


