લીમખેડા તાલુકામાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ભૂમિ પૂજન તથા લોકાર્પણના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, દુધિયા ગામનો રીસરફેસીગ એપ્રોચ રોડ મંજૂર થતાં સાંસદ જશવંતસિંહ ભાભોર તથા લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરના હસ્તે રસ્તાનું ખાતમહુર્ત તથા ભૂમિ પૂજન કરાયું હતું. ગામને જોડતા અન્ય બે રસ્તાઓનું પણ ખાતમહુર્ત તથા ભુમિપુજન કરાયું, જેમાં દુધિયા ચોકડીથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધીનો 0.90 કિ.મી.નો એપ્રોચ રોડ રૂા.120 લાખના ખર્ચે મંજુર થતા રીસરફેસીગ કામગીરી માટે ખાતમહુર્ત – ભુમીપુજન સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરાયુ હતું. સાથે દુધિયાથી પીપળી નિશાળ ફળિયાને જોડતો 1.90 કિ.મીનો રોડ અંદાજે 66.50 લાખના ખર્ચે તથા દુધિયા હાંડી ફળિયા રોડ PMGSY અંતર્ગત રૂા.34.65 લાખના ખર્ચે મંજુર થતા રીસરફેસીગ માટે ખાતમહુર્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખ, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો સરપંચ, વિવિધ હોદ્દેદારો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.


