દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી તાલુકાના કારઠ રોડ પર આવેલી એક ફાઇનાન્સ લિમિટેડની ઓફ્સિમાંથી એક સપ્તાહ પહેલા રૂા.1,99,848 ની ચોરીની ઘટના બની હતી, જેમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ચોરીના રોકડા રૂપિયા સાથે ઝડપી પાડયો હતો.
ગત તા. 25 મી નવેમ્બરે ગોવિંદગુરુ લીમડી તાલુકામાં કારઠ રોડ પર આવેલ ફ્યુઝન ફાઇનાન્સ લિમિટેડની ઓફ્સિમાં અજાણ્યા ચોર ઈસમોએ ઓફ્સિનું તાળું તોડી ઓફ્સિમાં મૂકી રાખેલ ફાઇનાન્સ કંપનીના રિકવરના રોકડા રૂપિયા 1,99,848 ની ચોરી કરી અત્યારે ચોર ઈસમો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે નોંધાયેલી ફરીયાદના આધારે ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઇ ગોવિંદગુરુ લીમડી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસે ઝાલોદ ડિવિઝન તેમની દેખરેખ હેઠળ લીમડી પોલીસની અલગ-અલગ ટીમોએ 30 જેટલા CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે તપાસ આગળ વધારી હતી. જેમાં ફ્યુઝન ફાઇનાન્સના વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીઓની પુછપરછથી મળેલી માહિતીના આધારે આરોપી આતિષભાઈ સમસુભાઈ ભુરીયા (રહે. રૂપાખેડા, સરપંચ ફ્ળીયુ, તા. ગોવિંદગુરુ લીમડી, જી.દાહોદ) ને ચોરીમાં ગયેલ રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યું હતું. આ સંબંધે ગોવિંદગુરુ લીમડી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


