ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે લોકો વધારે પ્રમાણમાં તરબૂચ ખાવાનો ઉપયોગ કરે છે જેમાં ફુટ બજારમાં મહારાષ્ટ્ર તથા ગીર સોમનાથ બાજુથી ૭૦ થી ૮૦ ટન માલ આવી રહ્યો છે અને ૨૦ કિલોનો ભાવ ૩૦૦ થી ૪૦૦ જેવો બોલાઈ રહ્યો છે.
ગ્રીન લેન્ડ ચોકડી પાસે ભરાતી ફુટ બજારમાં વિવિધ ફળોની આવક થાય છે જેમાં ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે લોકો વધારે પ્રમાણમાં તરબૂચ ખાવાનો ઉપયોગ કરે છે જેમાં છેલ્લા પાંચ દિવસથી મહારાષ્ટ્ર અને ગીર સોમનાથ બાજુથી રોજની ૭ ગાડીમાં ૭૦ થી ૮૦ ટન તરબૂચ ઠલવાઈ રહ્યા છે જેમાં હોલ સેલમા ૧ કિલો તરબૂચ નો ભાવ રૂપિયા ૧૫ થી ૨૦ જેવો હરરાજીમાં બોલાઈ રહ્યો એટલે કે ૨૦ કિલો તરબૂચ રૂપિયા ૩૦૦ ના ભાવે વેચાઇ રહ્યા છે.