- યુએનએસસી : યુદ્ધવિરામની દરખાસ્ત સામે અમરિકાએ વિટો વાપર્યો
- તબીબો હોસ્પિટલ ખાલી કરી ગયા
- આઇસીયુ બેડ પર ચાર નવજાત ગુજરી ગયા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધે અકલ્પનીય માનવીય સંકટ પેદા કર્યું છે. ગાઝાની અલ નસ્ર હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ચાર નવજાત બાળકોનાં મૃતદેહ સડેલી હાલતમાં મળી આવ્યા છે. ગાઝાના એક રિપોર્ટરે આ હોસ્પિટલનો એક વીડિયો શેર કરીને લોકોને વાકેફ કર્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લાઇવ સેવિંગ સિસ્ટમ સાથે જોડાયેલા ચાર નવજાત બાળકોનાં મૃતદેહ હાજપિંજરમાં બદલાઈ રહ્યા છે. તેમની ભાળ રાખવા ત્યાં કોઈ નથી.સીએનએનના અહેવાલમાં જણાવ્યા મુજબ ઈઝરાયેલ દ્વારા જમીની કાર્યવાહી થઈ રહી છે,તેવામાં તબીબોને હોસ્પિટલ ખાલી કરવી પડી હતી. બાળકોને જીવવા માટે આઇસીયુ સિસ્ટમની જરૂર હતી. તેથી તેમને સાથે ના લઈ શકાયા. તબીબોએ આઇસીયુમાં મૂકીને હોસ્પિટલ ખાલી કરી જતા રહ્યા. હોસ્પિટલમાં ઇંધણ ખલાસ થતાં જ આઇસીયુ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું અને બાળકોનાં મૃત્યુ થયા. તેમની શરીર પથારીમાં જ સડી રહ્યા છે. તેમના બેડ પર હજી દૂધની બોતલ અને ડાયપર પડેલા છે. યુએઇના મીડિયા હાઉસ અલ માશદના પત્રકાર મોબમ્મદ બાલૂશાએ આ વીડિયો શેર કર્યો છે. બાળકો સાથે મશીન સિસ્ટમ જોડાયેલી છે, પરંતુ સિસ્ટમ બંધ છે અને મૃતદેહોના શરીર પર કીડા મકોડા ફરી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલ દ્વારા ગાઝામાં હમાસ વિરુદ્ધ સતત હુમલા થઈ રહ્યા છે.
ગાઝાની સૌથી જૂની મસ્જિદ સહિત 104 મસ્જિદ તબાહ
ઈઝરાયેલી સેનાએ શુક્રવારે મોડી રાતે ગાઝાની સૌથી જૂની ઓમારી મસ્જિદને નિશાન બનાવતાં મસ્જિદની ઇમારતને મોટાપાયે નુકસાન થયું હતું. બીબીસી અહેવાલ મુજબ મસ્જિદ 7મી સદીમાં તૈયાર થઈ હતી. ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં અત્યારસુધીમાં 104 મસ્જિદ તબાહ થઈ ચૂકી છે.આ હુમલા પછી હમાસે યુનેસ્કો દ્વારા જાહેર થયેલી ઐતિહાસિક ઇમારતોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરી છે.


