By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: ઉત્કર્ષ સ્કૂલમાં મોતને આમંત્રણ આપતી ઘટના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઉત્કર્ષ સ્કૂલમાં મોતને આમંત્રણ આપતી ઘટના

Editor
Last updated: 2026/01/28 at 4:25 PM
7 days ago
Share
ઉત્કર્ષ સ્કૂલમાં મોતને આમંત્રણ આપતી ઘટના
SHARE

ઉત્કર્ષ સ્કૂલમાં મોતને આમંત્રણ આપતી ઘટના

ધો.11 નો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો પરંતુ એસી યુનિટે જીવ બચાવ્યો

વિદ્યાર્થીને સામાન્ય ઇજા કહેનાર શાળા સંચાલકોની ભૂમિકા શંકાસ્પદ : પોલીસ કાર્યવાહી વગર મામલો સમેટવાનો પ્રયાસ, CCTV ફૂટેજ પણ છુપાવાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં ફરી એકવાર શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પડ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સદનસીબે નીચે પડતી વખતે વિદ્યાર્થીએ એસીના આઉટડોર યુનિટને પકડી લેતાં તેની જાન બચી ગઈ હતી. જોકે, ઘટનાની ગંભીરતા છતાં શાળા સંચાલકોએ પોલીસને જાણ ન કરતાં અને સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનું ટાળતાં અનેક શંકાઓ ઊભી થઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ ઉત્કર્ષ સ્કૂલમાં રોજની જેમ સાંજે ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા. ગત સાંજે અંદાજે 4:45 વાગ્યાના સમયે ધોરણ 11નો વિદ્યાર્થી ત્રીજા માળે મિત્રો સાથે ઊભો હતો. તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તે બારીમાંથી નીચે પટકાયો હતો. નીચે પડતી વખતે દીવાલ પર લગાવાયેલ એસીના આઉટડોર યુનિટને મજબૂતીથી પકડી લેતા તે સીધો જમીન પર પટકાવાથી બચી ગયો હતો. બાદમાં તે ધીમે ધીમે છજ્જા (પેરાપેટ) પર ઉતરી ગયો હતો.
આ ઘટનામાં વિદ્યાર્થીને હાથના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વાલીઓને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા અને હાલ વિદ્યાર્થી વાલીઓ સાથે ઘરે હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે ઉત્કર્ષ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતાં ઘટનાને અકસ્માત ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થી બારી પાસે નમ્યો હતો અને અચાનક બેલેન્સ ગુમાવતા નીચે પડી ગયો હતો. જોકે, જ્યારે સીસીટીવી ફૂટેજ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ફૂટેજ જાહેર કરવાનું ટાળી દીધું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, આ સામાન્ય અકસ્માત હોવાથી પોલીસને જાણ કરવાની જરૂર પડી નથી અને આ બાબત અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવશે.
શાળા સંચાલકો દ્વારા શિક્ષકના ત્રાસ કે ઓછા માર્ક્સના કારણે વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાઓને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે, શાળામાં તમામ જરૂરી સેફ્ટી વ્યવસ્થા ઉપલબ્ધ છે અને સુરતની આગની ઘટના બાદ વધારાની તકેદારી પણ લેવામાં આવી છે.
જો કે, ઘટનાને લઈને શહેરમાં અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો માની રહ્યા છે કે વિદ્યાર્થી પર કોઈ દબાણ હોઈ શકે છે, જ્યારે કેટલાક દ્વારા ધક્કો મારવામાં આવ્યો હોવાની પણ અટકળો કરવામાં આવી રહી છે. ત્રીજા માળેથી વિદ્યાર્થી નીચે પડ્યો હોવા છતાં શાળા તંત્ર દ્વારા ઘટનાને સામાન્ય ગણાવી પોલીસને જાણ ન કરવી એ સૌથી ગંભીર મુદ્દો બની રહ્યો છે. હાલ વિદ્યાર્થી ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. હવે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે તરફ સૌની નજર મંડાઈ છે.

 

You Might Also Like

ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ

કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ

કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા

સાસુના ત્રાસ અને પતિની લફરાબાજીથી કંટાળી પરિણીતાએ કર્યો હતો આપઘાત

આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આહવાની ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં વિદ્યાર્થીની પર ટ્રસ્ટીએ દુષ્કર્મ ગૂજાર્યુ
ગાંધીનગર

 આહવાની ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં વિદ્યાર્થીની પર ટ્રસ્ટીએ દુષ્કર્મ ગૂજાર્યુ

Editor By Editor 5 days ago
મનપાની બેદરકારી! ઇલેકટ્રીક સિટી બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ ચાલતી જ રહી
બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?
 તાલાલા સુગર ફેકટરીમાંથી નીકળતી કાળી માટીના વિસ્તારોમાં મહિલાઓની રેલી
આર્ય ક્લબ એન્ડ રિસોર્ટમાં IT વિભાગ ત્રાટક્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?