- ડેબી નામના ટોર્નેડો અંગે ચેતવણી જાહેર કરાઈ
- ડેબીએ આ વર્ષનું ચોથું એટલાન્ટિક વાવાઝોડું છે
- પ્રચંડ તોફાની તરંગો દરિયામાં ઊભી થઈ
આજે એટલે કે, સોમવાર પાંચમી ઓગસ્ટ ફલોરિડામાં ચક્રવાત ડેબ્બી બિગ બેંડ તટ પર ટકરાવાની શક્યતા છે. જેના લીધે રેકોર્ડ વરસાદ તેમજ વિનાશકારી પૂર ઓછું હોય તેમ દરિયામાં તોફાની લહેરો ઉઠવાની શક્યતા છે. આ તોફાન જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનાના તટ ક્ષેત્રોમાં રોકાવા પહેલા રાજ્યના ઉત્તર ભાગમાં ધીમેધીમે આગળ વધશે. મિયામીમાં રાષ્ટ્રીય તોફાન કેન્દ્રએ રવિવારે સાંજે જણાવ્યું કે આ તોફાનથી 120 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાસે અને હવા ચાલી રહી છે. આ ભીષણ ચક્રવાત ટેમ્પાથી આશરે 100 માઈલ દૂર પશ્ચિમમાં સ્થિત હતું. અને હવે આ 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ ઉત્તર તરફ વધી રહ્યું છે.
ટોર્નેડો અંગે ચેતવણી પણ જાહેર કરાઈ
ડેબીએ આ વર્ષનું ચોથું એટલાન્ટિક વાવાઝોડું છે. અગાઉ જૂનમાં ઉષ્ણકટિબંધીય તોફાન આલ્બર્ટો, હરિકેન બેરીલ અને ઉષ્ણકટિબંધીય તોફાન ક્રિસ આવ્યા હતા. હવામાનશાસ્ત્રીઓએ હરિકેન ડેબીના ભારે વરસાદને કારણે ફ્લોરિડા, દક્ષિણ કેરોલિના અને જ્યોર્જિયામાં વિનાશક પૂરની ચેતવણી આપી છે. હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે સોમવારે બપોરના સુમારે વાવાઝોડું ટામ્પાની દક્ષિણે લગભગ 26 કિલોમીટર દૂર ફ્લોરિડાના બિગ બેન્ડ વિસ્તારમાં લેન્ડફોલ કરશે. ફ્લોરિડા અને જ્યોર્જિયાના ભાગો માટે સોમવારે સવારે 6 વાગ્યા સુધી ટોર્નેડોની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ફ્લોરિડા પેનહેન્ડલમાં છૂટાછવાયા વસ્તીવાળા બિગ બેન્ડ વિસ્તારને પણ ગયા વર્ષે કેટેગરી 3નું વાવાઝોડું ઇડાલિયા વાવાઝોડું આવ્યું હતું.
પ્રચંડ તોફાની તરંગો દરિયામાં ઊભી થઈ
ડેબી ઉત્તરી ફ્લોરિડાથી પૂર્વ તરફ આગળ વધશે અને પછી જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિલંબિત થવાની ધારણા છે. જેના કારણે મંગળવારથી આ વિસ્તારમાં રેકોર્ડબ્રેક 76 સેમી વરસાદ થઈ શકે છે. અધિકારીઓએ ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ પર જીવલેણ વાવાઝોડાની ચેતવણી પણ આપી હતી, જ્યાં ઓક્લોકોની અને સુવાની નદીઓ વચ્ચે સોમવારે પાણીનું સ્તર છથી દસ ફૂટ સુધી પહોંચી શકે છે. હરિકેન સેન્ટરના ડાયરેક્ટરે કહ્યું, “ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. “જો આપણે 30-ઇંચના ચિહ્ન પર પહોંચીશું, તો તે જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિના બંને રાજ્યો માટે ઉષ્ણકટિબંધીય ચક્રવાત સાથે સંકળાયેલ રેકોર્ડબ્રેક વરસાદ હશે.”


