હેવારોમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જતા હોય છે, જેને લઈને ટ્રેનથી લઈને એસટી બસમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તહેવારો આવતા જ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન મુસાફોરની ભીડ વધી જતી હોય છે. લોકો રોજગારી માટે પોતાના વતનથી દૂર જતા હોય છે, પરંતુ તહેવાર વતનમાં પોતાના પરિવાર સાથે મનાવવાનું પસંદ કરતા હોય છે. જેના કારણે તહેવારોમાં મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે. આથી, એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. ચાલુ વર્ષે હોળીનો તહેવાર માટે મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા 1500 જેટલી વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે. આ સાથે જ, દ્વારકા અને ડાકોર માટે પણ વધારાની 500 બસો દોડાવશે.
અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1500 જેટલી બસોથી 7000 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત, ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4500 જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
સુરત ખાતેથી 101 વડોદરા ખાતેથી 100, કલોલ ખાતેથી 25 તેમજ નડાબેટ ખાતેથી 100 મળી કુલ 326 નવીન લોકાર્પિત કરેલ બસો એક્સ્ટ્રા સંચાલનમાં ઉપયોગમાં લેવામાં આવશે. એસટી નિગમ દ્વારા આ સંચાલન 19 થી 25 માર્ચ દરમિયાન કરવામાં આવશે. એસટી નિગમના અધિકારીઓ દ્વારા તમામ જીલ્લા ખાતેની વિભાગીય કચેરીઓને મીટીંગ યોજી એક્સ્ટ્રા સંચાલન બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે.
ગુજરાત એસ. ટી. નિગમ દૈનિક 8000 થી વધુ બસોથી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોચાડે છે. ગત વર્ષે ગુજરાત એસ. ટી. દ્વારા 1200 જેટલી બસો દ્વારા 4516 ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન સુધી પહોચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે 425 બસો દ્વારા 3518 ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવેલ હતી.


