- રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોને લઇને એક્શનમાં કેન્દ્ર સરકાર
- કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપી એક સલાહ
- આવા વીડિયો બનાવવા પર દંડની કરી જાહેરાત
એક્ટ્રેસ રશ્મિકા મંડન્નાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવટી વીડિયો બનાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં આવા ડીપફેકને આવરી લેતી કાયદાકીય જોગવાઈઓ અને તેના સર્જન અને પ્રસાર માટેના દંડની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
જો નિયમોનું ઉલ્લંઘન કર્યું તો..
સરકારે IT એક્ટ, 2000 ની કલમ 66D નો ઉલ્લેખ કરીને જણાવ્યુ છે કે કોમ્પ્યુટર સંશાધનનો ઉપયોગ કરીને છેતરપિંડી માટે સજા સંબંધિત છે. આ કલમ કહે છે કે જો કોઇ પણ કોમ્યુનિકેશન ડિવાઇસ અથવા કોમ્પ્યુટર સંસાધનનો ઉપયોગ કરીને છેતરપિંડી કરે છે તો તેને સજા મળશે. કાયદાનું ઉલ્લંઘન કરનારને 3 વર્ષની જેલ પણ થઇ શકે છે સાથે જ એક લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.
વીડિયો બાદ રશ્મિકાની પ્રતિક્રિયા
રશ્મિકા મંદાનાએ કહ્યું કે હું ખૂબ જ દુખી છું કે મારે મારા ડીપફેક વિડિયોને ઓનલાઈન ફેલાવવાની વાત કરવી પડી રહી છે. તેણે કહ્યું કે સાચું કહું તો આવું કંઈક મારા માટે જ નહીં પરંતુ આપણા દરેક માટે ખૂબ જ ડરામણું છે. કારણ કે ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે. મંદાનાએ કહ્યું કે એક મહિલા અને એક્ટર હોવાના કારણે હું મારા પરિવાર, મિત્રો અને શુભેચ્છકોનો આભાર માનું છું કે જેઓ મારી સ્પોર્ટ્સ સિસ્ટમ છે, પરંતુ જો શાળા કે કોલેજમાં ભણતી વખતે મારી સાથે આવું થયું હોત તો હું કલ્પના પણ કરી શકતી નથી કે હું કેવી રીતે આનો અંત લાવીશ.
ડીપફેક વીડિયો શું છે?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને, ડીપફેક વીડિયો હેઠળ અન્ય વ્યક્તિનો વીડિયો કે ફોટો એડિટ કરવામાં આવે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કારણ કે તે રશ્મિકા મંદાનાનો છે, પરંતુ તે ઝારા પટેલનો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મંદાનાના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.