પુરુષોની સિંગલ્સમાં સૌથી વધુ 24 ગ્રાન્ડ સ્લેમ જીતનાર નોવાક જોકોવિચ ફ્રેંચ ઓપન 2025 ની સેમિફાઇનલમાં યાનિક સિનર સામે હારી જતાં મોટો અપસેટ સર્જાયો છે. સિનરે સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને જોકોવિચ પર દબાણ બનાવી રાખ્યું હતું. જોકોવિચને યાનિક સિનરે રમતમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. સેમિફાઇનલમાં જોકોવિચનું મેચમાં ધ્યાનજ ના હોય એવું લાગી રહ્યું હતું. આ મેચમાં તેના અનુભવથી વિરુદ્ધની રમત દેખાઈ રહી હતી.
સિનર કરશે ફાઇનલમાં પ્રવેશ
સેમિફાઇનલમાં જોકોવિચ તેની લાક્ષણિક રમતના અંદાજમાં બિલકુલ નોતો લાગતો. અને આજ કારણથી તે સેમિફાઇનલમાં સિનરને દબાવમાં પણ લાવી શક્યો ન હતો. જોકોવિચની આ હાર સાથે તેનું ફ્રેન્ચ ઓપન 2025નું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. સિનર જીત સાથે ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યો છે, જ્યાં તેનો સામનો કાર્લોસ અલ્કારાઝ સામે થશે, જે હાલ ખુબજ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.
જોકોવિચનું નિરાશાજનક પ્રદર્શન
સેમિફાઇનલના પહેલાજ સેટમાં નોવાક જોકોવિચ રમતમાં તેની પકડથી દૂર લાગી રહ્યો હતો. પ્રથમ સેટમાં તે 6-4થી હારી ગયો. આ પછી તેને બીજા સેટમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અહીં પણ તે અસફળ રહ્યો અને યાનિક સિનરે 7-5થી સેટ જીતીને મેચમાં બાજી મારી લીધી. આ પછી, ત્રીજા સેટમાં મેચ ટાઇ થઈ ગઈ. અહીં પણ જોકોવિચ 7-6 (7-3)થી હારી ગયો. તે સેટ સાથે મેચ પણ હારી ગયો. ટાઇ બ્રેકરના નિયમ મુજબ, જે પણ ખેલાડી પહેલા 7 પોઇન્ટ મેળવે છે, તે સેટ જીતે છે.
જોકોવિચ મેચ હાર્યા બાદ નિરાશ
નોવાક જોકોવિચ એવો ખેલાડી છે જેણે પુરુષોના સિંગલ્સમાં સૌથી વધુ 24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. પરંતુ ફ્રેન્ચ ઓપનના સેમિફાઇનલમાં, તે સિનરના શાનદાર પરફોર્મન્સ અને ઝડપી ફોરહેન્ડનો મુકાબલો કરી શક્યો નહીં. મેચ હાર્યા બાદ જોકોવિચ નિરાશ દેખાતો હતો. તે ભાવુક પણ થઈ ગયો અને કહ્યું કે ફ્રેન્ચ ઓપનમાં આ તેની છેલ્લી મેચ પણ હોઈ શકે છે. હાર્યા બાદ, તેને હાથ ચુંબન કર્યું અને પછી માટી પર મૂક્યો.