- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા યુકે
- યુકેમાં ગાર્ડ ઓફ ઓનર આપી કરાયુ સ્વાગત
- 3 દિવસની મુલાકાતે છે રાજનાથસિંહ
22 વર્ષ બાદ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ લંડન પહોંચ્યા છે. સંરક્ષણ પ્રધાન સિંહ ત્રણ દિવસની મુલાકાતે બ્રિટન પહોંચ્યા છે.સંરક્ષણ પ્રધાનની સાથે સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે છે, જેમાં DRDO, સર્વિસ હેડક્વાર્ટર, ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ અને ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ પ્રોડક્શનના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે.
ગાર્ડ ઓફ ઓનર અપાયુ
યુકે પહોચેલા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને લંડનના હોર્સ ગાર્ડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
મહાત્માગાંધીને આપી શ્રદ્ધાંજલિ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લંડનના ટેવિસ્ટોકમાં મહાત્મા ગાંધીને તેમની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ આપી હતી.
3 દિવસ બ્રિટનના પ્રવાસે
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરશે. આ ઉપરાંત સંરક્ષણ, સુરક્ષા અને ઔદ્યોગિક સહયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકની વાતચીત થશે.આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ યુકે સંરક્ષણ ઉદ્યોગના સીઈઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે પણ વાર્તાલાપ કરશે અને ત્યાંના ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટે વાટાઘાટો કરી રહ્યા છે. ભારત અને યુકે વચ્ચે FTA માટેની વાટાઘાટો 2022 માં શરૂ થઈ હતી અને વાટાઘાટોનો 12મો રાઉન્ડ આ વર્ષે 8 થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાયો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત-યુકે રોડમેપ 2030 સાથે ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી 2021માં શરૂ કરવામાં આવી હતી


