આગામી 22 માર્ચથી ઈન્ડિયન પ્રિમિયર લીગની શરૂઆત થવા જઈ રહી છે પરંતું તે પહેલા ભારતના ફાસ્ટ બોલર એવા મોહીત શર્માએ BCCI ના નિયમો પર સવાલો ઉભા કર્યા છે. મોહિત શર્માએ સવાલ કર્યો હતો કે શું પરિવારનો સાથ ક્યારેય નુકસાનકારક હોઈ શકે?
દિલ્હી કેપીટલ્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ BCCI ની આ નીતિની આલોચના કરી છે, જેમાં ખેલાડીઓના ફેમિલીને તેમની સાથે ટુર પર આવવા દેવા માટે રોક લગાવવામાં આવી છે. આ નિયમને બોર્ડર -ગાવસ્કર ટ્રોફીમાં ભારતમાં થયેલી હાર બાદ લાગૂ કરવામાં આવ્યો હતો. મોહિત શર્મા પહેલા વિરાટ કોહલીએ પણ આ નિયમની વિરુધ્ધમાં ઈશારામાં વાત કરી હતી. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચિત દરમિયાન મોહિત શર્માએ જણાવ્યું હતું કે, ‘ખેલાડીઓ માટે તેમના પરિવારનો સાથ ક્યારેય નુકસાનદાયક ન હોઈ શકે’. તેમણે કહ્યું કે ‘કેટલીક એવી વસ્તુઓ હોય છે જે ખેલાડીઓના કાબૂની બહાર હોય છે તેના પર ધ્યાન આપીને તેના પર રોક લગાવવી જોઈએ’.
જાણો, મોહિતે શું કહ્યું?
મોહિતે જણાવ્યું હતું કે, કેટલીક વસ્તુઓ અમારા નિયંત્રણની બહાર હોય છે. જો કે બધાના પોતાના અલગ મંતવ્યો હોય છે. પરંતું મહત્વની વાત એ છે કે આપણે એવી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ જેની પર આપણે રોક લગાવી શકીએ. ફેમિલીનો સાથ કોઈ માટે કેવી રીતે નુકસાન કારક હોઈ શકે? જો કોઈ વસ્તુ આપણા હાથમાં નથી તો તેને આપણે છોડી દેવી જોઈએ.
દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે મોહિત
મોહિત શર્મા આ સિઝન દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યા છે. છેલ્લી બે સિઝન સુધી ગુજરાત ટાઈટન્સ માટે રમી રહેલા મોહિતને દિલ્હીએ 2 કરોડ અને 20 લાખમાં ખરીદ્યા છે. મોહિત શર્માને ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. જેની પાસે અને ફાસ્ટ અને સ્લો બોલિંગ કરવાની ગજબની ક્ષમતા છે.
વિરાટ કોહલીએ પણ ઉઠાવ્યા હતા સવાલો
રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઈનોવેશન લેંબ ઈન્ડિયન સ્પોર્ટસ સમિટમાં વિરાટ કોહલીએ BCCI ના નિયમો પર સવાલો ઉભા કર્યા હતા. વિરાટે આરબીસીના એક કાર્યક્રમમાં આ વાત પર જોર આપ્યું હતું કે કેટલીક અઘરી મેચો પછી ફેમિલીનો સાથ કેટલો જરુરી હોય છે. કોહલીએ જણાવ્યું હતું કે જ્યારે તમારી સાથે કંઈક મોટી ઘટના બને છે ત્યારે પરિવાર કેટલો જરુરી છે તે લોકોને સમજાવવું ખૂબ મુશ્કેલ છે. વિરાટે એ વાત પર પણ જોર આવ્યું હતું કે પરિવારનો જો સાથ હોય તો ખેલાડીઓ પોતાની જવાબદારીઓ ખૂબ સારી રીતે મેનેજ કરી શકે છે


