- ઝારખંડ અને દિલ્હીના સીએમની મુશ્કેલી વધી શકે
- ઇડી દ્વારા સમન્સ પાઠવવા છતાં નથી રહેતા હાજર
- કથતિ કૌભાંડો મામલે ઇડી પૂછપરછ માટે બોલાવી રહી છે
દેશના બે નેતોઓ ઇડીના રડારમાં છે. એક છે ઝારખંડના સીએમ હેમંત સોરેન અને બીજા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ. આ બંનેને ઇડી દ્વારા પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવી રહ્યા છે પરંતુ બંનેમાંથી એક પણ ઇડી સમક્ષ હાજર થતા નથી.
હેમંત સોરેનનો 7 વાર આપ્યુ સમન્સ
ઈડી હેમંત સોરેનને પ્રોફિટ સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં સમન્સ પાઠવી રહી છે. સોરેનને સમન્સ મળવાની પ્રક્રિયા 14 ઓગસ્ટથી શરૂ થઈ હતી. આ પછી 24 ઓગસ્ટ, 9 સપ્ટેમ્બર, 23 સપ્ટેમ્બર, 4 ઓક્ટોબર અને 12 ડિસેમ્બરે સમન્સ મળ્યા હતા. બીજી તરફ, 31 ડિસેમ્બરે ED દ્વારા સોરેનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઝારખંડના સીએમ ગયા ન હતા.
કેજરીવાલ આજે હાજર ન રહ્યા
દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે કેજરીવાલને નોટિસ મોકલવામાં આવી રહી છે. AAP કન્વીનર કેજરીવાલને ED તરફથી આ ત્રીજી નોટિસ છે. અગાઉ, EDએ તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે તેમની સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું, પરંતુ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા.
અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર થવાના હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. તેઓએ EDના સમન્સને ગેરકાયદે ગણાવ્યો છે અને સવાલ કર્યો છે કે ચૂંટણી પહેલા જ નોટિસ કેમ મળી?
હવે કેજરીવાલ-સોરેન હાજર નહી થાય તો શું ?
- ED તપાસ એજન્સી સંબંધિત કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી શકે છે
- તેની સામે બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડી શકે છે
- તેના નિવાસસ્થાને જઈને ત્યાં તેઓની પૂછપરછ કરી શકે છે.
- ED પાસે નક્કર પુરાવા હોય તો તે પૂછપરછ બાદ ધરપકડ માટે આગળ વધી શકે છે.
ED પાસે છે આ અધિકાર
જો કે ત્રણ સમન્સ મળ્યા બાદ પણ જો મુખ્યમંત્રી હાજર ન થાય તો ED પાસે તેમની ધરપકડ કરવાનો કાયદાકીય અધિકાર છે. જો કે, ED પાસે મર્યાદિત સત્તા છે. ED આ સત્તાનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેની પાસે મુખ્યમંત્રી ગુનામાં સામેલ હોવાના મજબૂત પુરાવા હોય. જો કોઈ નક્કર પુરાવા ન હોય તો બંધારણીય પદ પર રહેલા વ્યક્તિની ધરપકડ કરી શકાતી નથી.


